Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

મીઠાપુરમાં વાલ્મીકી સમાજ દ્વારા ટેનીશ ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્નઃ ૧૬ ટીમોએ ભાગ લીધેલ : વિજેતા ટીમને શિલ્ડ અપાયું

મીઠાપુર, તા. ૧૦ : ઓખામંડળ તાલુકાના છેવાડાના ગામ મીઠાપુરમાં આવેલા ગોલ્ડન જયુબીલી પાસેના ગ્રાઉન્ડમાં ટેનીશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન મીઠાપુર સુરજકરાડી વાલ્મીકી સમાજના યંગસ્ટાર દ્વારા કરવામાં આવ્યું હતું.

ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ વાલ્મીકી સમાજમાં એકતા જળવાઇ રહે તે માટે તૃતિય ઓપન ગુજરાત ટુર્નામેન્ટ યોજવામાં આવેલી હતી. કે જેમાં દીપ પ્રાગટય દરમિયાન તાતા કેમિકલ્સ લી. મીઠાપુરના અધિકારી કામય, ખેરાજભા કેર, માધાભાઇ પરમાર, ટીસીએસઆરડીના સભ્યો, ઓખા નગરપાલિકાના હોદેદાર મીઠાપુર તાતા હોસ્પિટલના દિલીપભાઇ ચોકસી, પ્રવિણભાઇ કોટેચા તેમજ મીઠાપુર તાતા ટાઉન ડિપાર્ટમેન્ટના વિજયભાઇ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતાં.

આ ટુર્નામેન્ટમાં ૧૬ જેટલી જૂનાગઢ, જામનગર, રાજકોટ, ખંભાળીયા, તાલાળા, પોરબંદરમાંથી આવેલી ટીમોએ ભાગ લીધો હતો. વિજેતા થયેલ ટીમને મીઠાપુરના પી.આઇ. શ્રદ્ધાબેન ડાંગરના હસ્તે ઇનામ આપવામાં આવ્યું હતું.

આ આયોજનમાં મીઠાપુર તાતા કેમિકલ્સ લી. મીઠાપુર ટીસીએસઆરડી તેમજ સ્થાનિક ધારાસભ્ય પબુભા વીરમભા માણેકનો સિંહફાળો રહ્યો હતો. આ બે દિવસની ટુર્નામેન્ટનો મોટી સંખ્યામાં મીઠાપુરવાસીઓએ આનંદ માણ્યો હતો.

(11:39 am IST)