Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

ધોરાજીના સુપેડી ગામે જુના મનદુઃખના કારણે મારમારી મારી નાખવાની ધમકી

ઇજાગ્રસ્તો જુનાગઢ સારવારમાં ખસેડાયા : સામસામી ફરીયાદો

ધોરજી, તા. ૧૦ :  તાલુકાના સુખેડી ગામે રહેતા કેતનભાઇ મોહનભાઇ પરમાર (ઉ.વ.૩૦) રહે. સુપેડીવાળાએ આરોપી હર્ષદભાઇ સામે જુના મનદુખના કારણે મારમારી ઇજા કર્યાની અને ધમકીની ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદીના કથન મુજબ અગાઉ મોટર સાયકલ ભટકાવાના કારણે બોલાચાલી થયેલ તેના ખાર રાખીને પોતાને અરોપીએ હર્ષદ મહેન્દ્રભાઇ મકવાણા હરકાંત મહેન્દ્રભાઇ મકવાણા (૩) મહેન્દ્રભાઇ મકવાણા તેમજ હેતલબેન મહેન્દ્રભાઇ રહે. બધા સુખેડી વાળા સામે પોતાને લોખંડના પાઇપ તથા લાકડી વડે ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે આરોપીઓ વિરૂધ્ધ આઇપીસી કલમ ૩૦૭/૩રપ/૩ર૪/૩ર૩/૩૩૭/ ર૯૪/પ, પ૦૬/ર મુજબ ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે.

ઇજાગ્રસ્તોને જુનાગઢ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી છે.

જયારે સામા પક્ષે હરસીત મહેન્દ્રભાઇ મકવાણાએ સામી ફરીયાદ નોંધાવી જણાવેલ છે કે આરોપી કેતન મોહન પરમાર જયોતિબેન મોહનભાઇ પરમાર રહે. બંને સુખેડીમાં જુના મનદુઃખના કારણે મારામારી કરી ગામો આપ્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ ૩ર૪/૩ર૩/ ર૯ર/પી મુજબ ગુન્હો નોંધી પીઆઇ જોષીએ વધુ તપાસ હાથ ધરી છે.

(11:38 am IST)