Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

હળવદમાં ખેડૂતોનો આકરો મીજાજ ૧૫ દિ'માં પાક વીમો ચુકવવા મામલતદારને આવેદનપત્ર

 હળવદ,તા.૧૦: હળવદ તાલુકાના ખેડૂતો એ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી ૧૫ દિવસમાં પાક વિમો આપવા કરી માંગણી કરેલ છે.

પાછલા કેટલાક દિવસોથી ખેડૂતોએ પ્રીમિયમ ભર્યું હોવા છતાં પણ વીમા કંપનીઓ ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે તેમ છતાં પણ ખેડૂતોને મળવાપાત્ર પાકવીમો નહીં મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેથી ખેડૂતો તાલુકા જિલ્લા અને છેક ગાંધીનગર સુધી આંદોલનો કરી રહ્યા છે ત્યારે ગઈ કાલેઙ્ગ હળવદ તાલુકાના ખેડૂતોએ મામલતદાર કચેરી ખાતે જય આવેદનપત્ર આપી ૧૫ દિવસમાં પાક વીમો આપવાની માંગ કરી છે

હળવદ ખાતે શહેર તેમજ ગ્રામ્યના ખેડૂતોને પાક વીમો નહીં મળતા હળવદ મામલતદાર ને આવેદનપત્ર પાઠવી ૧૫ દિવસમાં પાક વીમાની ચૂંટણી કરવામાં આવે તેવી માંગ કરી હતીઙ્ગ સાથે જઙ્ગ જો ૧૫ દિવસમાંઙ્ગ પાક વીમાની ચુકવણી નહીં કરવામા આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. સાથે સાથે ખેડૂતોએ જણાવ્યું હતું કે પાક વીમા કંપનીના જે નંબર આપવામાં આવ્યા છે તેના પર નિયત સમયમાં જ અરજીઓ કરવા છતાં પણ નોટિસો આપવામાં આવે છે જેથી હવે વીમા કંપની દ્વારા વહેલી તકે ખેડૂતોને પોતાના હકનો પાકવીમો ચુકવે નહિતર હવે અમારી ધીરજ ખૂટી છે. તેમ વધુમાં જણાવેલ હતું.

(11:37 am IST)