Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

જસદણ પાલિકાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા

જસદણ, તા.૧૦: જસદણ નગરપાલિકાના વોર્ડ નં ૬ નીઙ્ગ તારીખ ૨૭/૧ના રોજ પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરફથી ધીરૂભાઈ મોહનભાઈ છાયાણી તથા રંજનબેન નિલેષભાઈ તોગડીયા એ ગઈકાલે જસદણ સેવા સદન ખાતે પ્રાંત અધિકારીઙ્ગ પ્રિયંકકુમાર ગલચર ને ઉમેદવારી પત્રક રજૂ કર્યા હતાં. વોર્ડ નં. છ ના ભાજપના નગરસેવક રાજુભાઇ ધાધલે રાજીનામુ આપતા આ પેટા ચૂંટણી યોજાઈ રહી છે. જોકે અત્યારે સ્પષ્ટ બહુમતી સાથે પાલિકામાં ભાજપનું શાશન છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકા ના વોર્ડ નં ૬ ની પેંટા ચૂંટણી માં કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારી પત્રક રજૂ કરનાર ધીરૂભાઈ છાયાણી તેમજ રંજનબેન તોગડીયા અગાઉ પણ જસદણ નગરપાલિકા માં સદસ્ય રહી ચૂકેલા છે. ઉમેદવારી પત્રક રજૂ કરતી વેળાએ પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહેલ, જીલ્લા પંચાયતના સદસ્ય અવસરભાઈ નાકીયા, પ્રદેશ કોંગ્રેસ નાઙ્ગ ઉપપ્રમુખ ગજેન્દ્રભાઈ રામાણી, જસદણ શહેર કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ છાયાણી, જસદણ વિધાનસભા કોંગ્રેસ સોશિયલ મિડીયા ડિપાર્ટમેન્ટના કોર્ડીનેટર મેહુલભાઈ સંદ્યવી, શહેર કોર્ડીનેટર ગિતેશભાઈ અંબાણી, જીલ્લા માઈનોરિટી ડીપાર્ટમેન્ટના ચેરમેન બશીરભાઈ પરમાર, જસદણ નગરપાલિકાના વિપક્ષી નેતા હરેશભાઈ ધાધલ, જયેશભાઈ મયાત્રા, મહેશભાઈ રવિયા, મહિલા અગ્રણી વર્ષાબેન ગુજરાતી, વિનયભાઈ ગુજરાતી, રમેશભાઈ મહેતા, મુકેશભાઈ ગુજરાતી અમિતભાઈ ખંડેરીયા હિરેનભાઈ ગુજરાતી શૈલેષભાઈ જમોડઙ્ગ રાજુભાઈ ડાભી,.ચેતનભાઈ વ્યાસ મનસુખભાઈ છાયાણી સહિતના ટેકેદારો તેમજ આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(11:36 am IST)