Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

વાંકાનેરના અરણીટીંબા ગામે બઘડાટીમાં સરપંચ સહિત બંન્ને જુથના પની ધરપકડ

વાંકાનેર તા. ૧૦: વાંકાનેરના અરણીટીંબા ગામે બે મોમીન પરિવારો વચ્ચે  થયેલ બઘડાટીમાં તાલુકા પોલીસે સરપંચ સહિત  બંન્ને જુથના પાંચ શખ્સોની  ધરપકડ કરી હતી.

મળતી વિગતો મુજબ વાંકાનેરના અરણીટંબા ગામે વેટસએપમાં   મેસેજ મુકવા બાબતે ઉશ્કેરાટ થતા મોમીન કોમના બે પરિવારો વચ્ચે  બોલાચાલી અને ગાળાગાળી બાદ સરપંચ જુથના ત્રણેક શખ્સોએ લાકડી ધોકાથી આહમદ અમીભાઇ શેરસીયાના મકાન ઉપર તોડફોડ  - ગાળાગાળી - હુમલો   કરતા  સામસામે  આઇપીસી   ફરીયાદ  -૫૦૪-૫૦૬/૨-૧૧૪ અને હથીયારધારાની કલમ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી બંન્ને પક્ષેે પાંચ જેટલા આરોપીઓ  (જેમા અરણીટીંબાના સરપંચ સહિત)ની ધરપકડ કરી, કોર્ટ હવાલે કરતા કોર્ટ તમામને જામીન મુકત કર્યા બાદ તાલુકા પોલીસ ૧૫૧ મુજબ મામલતદાર  કોર્ટમાં જામીન લેવડાવેલ. આ બનાવની  વિશેષ તપાસ  તાલુકા પીએસઆઇ જાડેજા હેડ કોન્સ. વસરામભાઇ ચલાવી રહ્યા છે.

અરણીટીંબા ગામમાં  અભદ્ર વ્હોટસએપ   મેસેજ તથા ધમકી આપતા વિડીયો કલીપે ચકચાર જગાવી છે. પવનચક્કી નાખવા પ્રશ્ને અરણીટીંબા  ગામના લોકોએ અને ઉપસરપંચે  રાજ્ય સરકારમાં પવનચક્કીઓ  ઉભી થઇ જતા અને તેનો અવાજ   ત્રાસરૂપ બનતા  તેની રજુઆત ગાંધીનગર સુધી થતા તેનો ઢાંકપીછાડો કરવા સરપંચ દ્વારા  પ્રયાસો થયાની લોક  ચર્ચાઓ પણ થઇ રહી છે.

(11:35 am IST)