Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

હળવદ ના દેવળીયા ગામે અજાણ્યા શખ્સો ઝેરી કેમિકલ ઢોળી જતા ગામ લોકોમાં રોષ

હળવદ, તા.૧૦: તાલુકાના દેવળીયા ગામે કોઈ અજાણ્યા કેમિકલ ફેકટરીવાળ સંચાલક ગામના પાદરમાં અત્યંત ઝેરી અને દુર્ગંધ મારતુઙ્ગ કેમિકલ ઢોળી જતા ગામ લોકોમાં ભારે રોષ ફેલાયો છે સાથે જ આવા તત્વો સામે જવાબદાર તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.ઙ્ગ

મોડીરાત્રીના અત્યંત જવલંત અને દુર્ગંધ મારતું કેમિકલ ઢોળી જતા કેમિકલ થી દુર્ગંધ આવતી હોવાથી લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે, તો સાથે સાથે જે જગ્યા પર કેમિકલ ઢોળવામાં આવ્યું છે ત્યાં અચાનક જ આગ લાગવાની ચાલુ થઈ જતી હોય છે તેમ જઙ્ગ ધુમાડાના ગોટા નીકળતા હોવા થી પશુ તેમજ ખાસ કરીને પક્ષીઓ પર માઠી અસર જોવા મળી રહી છે.જેથી ગામમાં જે શકશો કેમિકલયુકત જેરી પ્રવાહી નાખી ગયા છે તેની સામે જવાબદાર તંત્ર યોગ્ય પગલા લઈ જરૂરી કાર્યવાહી કરે જેથી બીજી  વખત અહીં નહિ પણ કોઇપણ જાહેર જગ્યા પર ઝેરી અને દુર્ગંધઙ્ગ વાળુ કેમિકલ નાખવાની હિંમત ન કરે તે જરૂરી છે.

(11:35 am IST)