Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

ભાવનગરમાં દુધવાહન એસ.ટી બસ વચ્ચે અકસ્માત

 ભાવનગર તા.૧૦:તળાજા ની મહુવા ચોકડી પર આજે સવારે એસ.ટી બસ અને અમુલ દૂધના ટ્રાન્સપોર્ટેશન વાહન  સામસામે અથડાયા હતા.જેમાં એસ.ટી ચાલક નેપેટના ભાગે મૂંઢ ઈજાઓ થવા પામેલ.

મહુવાથી અમુલ દૂધ ની ડિલિવરી દઈ ભાવનગર તરફ જતા દુધવાહન જીજે ૦૮ઝેડઙ્ગ ૧૧૩૪ અને બારડોલી જાફરાબાદ રૂટની એસ.ટી ની લકઝરી બસ જીજેઙ્ગ ૧૮ઝેડઙ્ગઙ્ગ ૨૨૫૧ઙ્ગ સામસામે અથડાયા હતા. જેમાં એસ.ટી ના ચાલક ડોડીયા વિક્રમભાઈ સોમાભાઈ રે વિજયનગર ને ઈજાઓ થતા પ્રાથમિક તળાજા અને વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવેલ હતા. પ્રાથમિક તબક્કે હાજર રીક્ષા ચાલકે જણાવ્યું હતુંકે એસ.ટી રોંગ સાઈડ માં દોડી આવતી હતી.(

(11:33 am IST)