Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

ઠંડીના સપાટા સાથે પવનનો ધ્રુજારો : લોકો ટાઢા બોળઃ નલીયા - ૪.૨, ગિરનાર - ૫ ડિગ્રી

રાજકોટમાં ૯.૯, જામનગર - ૧૦, જૂનાગઢ- ૧૦.૧ ડિગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ, તા. ૧૦ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં છેલ્લા બે દિવસથી કડકડતી ઠંડી પડતા લોકો ઠુઠવાઈ રહ્યા છે. ગઈકાલે લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરી ગયા બાદ આજે પણ કાતિલ ઠંડી સાથે સૌથી વધુ ઠંડી કચ્છના નલીયામાં ૪.૨ ડિગ્રી નોંધાય છે. જયારે ગીરનાર પર્વત ઉપર ૫ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે.

ગુજરાતમાં ફરી એકવાર કાતિલ ઠંડીનું મોજુ ફરી વળતા લોકો ઠુઠવાઈ રહ્યા છે. એકાએક રાજયના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડીને ૧૦ ડિગ્રીથી નીચે ઉતરી ગયો છે. આજે ડિસામાં ૬.૧, કંડલા એરપોર્ટ ૮.૩, ભુજ-૮.૬, કેશોદ - ૯.૪, રાજકોટ - ૯.૯, જામનગર - ૧૦.૦, અમરેલી - ૧૦.૪, જૂનાગઢ - ૧૦.૧ ડિગ્રી સાથે ૮ શહેરોમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે રહ્યુ છે.

કડકડતી ઠંડીના કારણે જનજીવન ખોરવાઈ ગયુ છે. ઠંડીની સાથે સાથે આજે પવનના સુસવાટા પણ ફૂંકાતા લોકો ઠંડીમાં ઠુઠવાઈ ગયા છે. મોડી રાત્રીના અને વ્હેલી સવારે કડકડતી ઠંડીનો અનુભવ થતાં રસ્તાઓ સુમસામ બની જાય છે. લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે.

જુનાગઢ

જુનાગઢ : આજે સોરઠમાં ઠંડીએ બોકાસો બોલાવી દીધો છે. ગિરનાર ખાતે સવારે તાપમાન ઘટીને પાંચ ડીગ્રી નોધાતા સમગ્ર પર્વત વિસ્તારમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું.

ગઇકાલે સૌરાષ્ટ્ર, ગુજરાત અને ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી રહી હતી અને જુનાગઢના ગિરનારનું તાપમાન ૧૧.૧ ડીગ્રી રહ્યું હતું, પરંતુ આજે એક જ દિવસમાં તાપમાન ૬ ડીગ્રી ઘટીને પાંચ ડીગ્રી થઇ જતાં ગિરનાર પર્વત ઠંડોગાર થઇ ગયો હતો.

આજે પોષી પૂનમ ગિરનાર અંબાજી માતાજીનો પ્રાગ્ટોત્સવ નિમિત્તે માતાજીના દર્શન પહોંચેલા ભાવિકો સહિત યાત્રિકો કાતિલ ઠંડીને લઇ ઠુઠવાય ગયા હતાં.

તીવ્ર ઠંડી વચ્ચે પણ આજે રાબેતા મુજબ પણ મોટી સંખ્યામાં માઇભકતો પૂનમ ભરવા માટે મા અંબાના દરબારમાં પહોંચ્યા છે.

જુનાગઢ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ જુનાગઢ ખાતે સવારનું લઘુતમ તાપમાન ૧૦.૧ ડીગ્રી નોંધાયું હતું. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬ર ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૪.૩ કિમીની રહી હતી.

આજની હાડ થીજાવતી ઠંડીને લઇ જૂનાગઢવાસીઓ સહિતના લોકો મુશ્કેલીમાં મૂકાય ગયા હતા.

જામનગર

 જામનગર : શહેરનું આજનું હવામાન મહત્તમ ૨૩ ડિગ્રી, લઘુતમ ૧૦ ડિગ્રી, ૬૯ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૮.પ પ્રતિ કલાક પવનની ગતિ રહી છે.

જુનાગઢ

જુનાગઢ : આજે સોરઠમાં ઠંડીએ બોકાસો બોલાવી દીધો છે. ગિરનાર ખાતે સવારે તાપમાન ઘટીને પાંચ ડીગ્રી નોધાતા સમગ્ર પર્વત વિસ્તારમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું.

ગઇકાલે સૌરાષ્ટ્ર, ગુજરાત અને ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી રહી હતી અને જુનાગઢના ગિરનારનું તાપમાન ૧૧.૧ ડીગ્રી રહ્યું હતું, પરંતુ આજે એક જ દિવસમાં તાપમાન ૬ ડીગ્રી ઘટીને પાંચ ડીગ્રી થઇ જતાં ગિરનાર પર્વત ઠંડોગાર થઇ ગયો હતો.

આજે પોષી પૂનમ ગિરનાર અંબાજી માતાજીનો પ્રાગ્ટોત્સવ નિમિત્તે માતાજીના દર્શન પહોંચેલા ભાવિકો સહિત યાત્રિકો કાતિલ ઠંડીને લઇ ઠુઠવાય ગયા હતાં.

તીવ્ર ઠંડી વચ્ચે પણ આજે રાબેતા મુજબ પણ મોટી સંખ્યામાં માઇભકતો પૂનમ ભરવા માટે મા અંબાના દરબારમાં પહોંચ્યા છે.

જુનાગઢ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ જુનાગઢ ખાતે સવારનું લઘુતમ તાપમાન ૧૦.૧ ડીગ્રી નોંધાયું હતું. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬ર ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૪.૩ કિમીની રહી હતી.

આજની હાડ થીજાવતી ઠંડીને લઇ જૂનાગઢવાસીઓ સહિતના લોકો મુશ્કેલીમાં મૂકાય ગયા હતા.

જામનગર

જામનગર : શહેરનું આજનું હવમાન ર૩ મહત્તમ, ૧૦ લઘુમત ૬૯ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૮.પ પ્રતિ કલાક પવનની ગતિ રહી છે.

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુતમ તાપમાન

નલીયા

૪.૨ ડિગ્રી

ગિરનાર

૫.૦ ડિગ્રી

ડીસા

૬.૧ ડિગ્રી

કંડલા એરપોર્ટ

૮.૩ ડિગ્રી

ભુજ

૮.૬ ડિગ્રી

કેશોદ

૯.૪ ડિગ્રી

રાજકોટ

૯.૯ ડિગ્રી

જામનગર

૧૦.૦ ડિગ્રી

સુરેન્દ્રનગર

૧૦.૦ ડિગ્રી

અમરેલી

૧૦.૪ ડિગ્રી

જુનાગઢ

૧૦.૧ ડિગ્રી

(11:38 am IST)