Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

ગીરના જંગલમાં સફારીના 10 નંબરના રૂટ ઉપર મેટીંગ માટે સિંહએ સિંહણને મનાવી પરંતુ સિંહણએ ઉશ્‍કેરાઇને સિંહને પંજો મારી દીધો

અમદાવાદ :એશિયાનું સૌથી ફેમસ ગીર જંગલમાંથી સિંહોના અનેક વીડિયો સામે આવતા રહે છે. લોકોને સિંહોની દરેક ગતિવિધીમાં એટલો રસ હોય છે કે, આ વીડિયો વાયરલ થતા પણ વાર લાગતી નથી. ત્યારે આવામાં સિંહ અને સિંહણની લડાઈનો રોમાંચક લડાઈનો વીડિયો સામે આવ્યો છે. આમ, તો આ પહેલા પણ સિંહ-સિંહણની લડાઈના વીડિયો આવ્યા છે, પરંતુ મેટિંગ (શારીરિક સંબંધ) માટે સિંહણની પાછળ પડેલા સિંહનો છે. ગીરના જંગલમાં સફારીના 10 નંબરના રૂટ પર સોમવારે સવારે પહોંચેલા મુસાફરોને આ અદભૂત લડાઈ જોવાની તક મળી હતી. સિંહ અને સિંહણ વચ્ચેની આ લડાઈ કંઈક ખાસ હતી.

મેટિંગ માટે સિંહે સિંહણને મનાવી, પણ ન માની તો...

ગીરના જંગલમાં સફારીના 10 નંબરના રૂટ પર સોમવારે સવારે એક સિંહ અને સિંહણ વચ્ચે લડાઈ થઈ હતી. વિવિધ કારણોસર સિંહ-સિંહણ વચ્ચે લડાઈ થતી જ હોય છે પણ અત્યારે જે લડાઈ થઈ હતી તે મેટિંગ માટેની હોય તેવું સ્પષ્ટ જણાતું હતું. સિંહણ રસ્તા પર બેઠી હતી ત્યારે સિંહ આજુબાજુમાં સૂંઘતો-સૂંઘતો તેની પાસે આવ્યો. સિંહ જ્યારે સિંહણની એકદમ નજીક પહોંચી ત્યારે સિંહણ ઉશ્કેરાઈને સિંહને પંજો મારી દીધો અને બંનેએ સામસામે ઘૂરકિયાં કર્યા. થોડીવાર બાદ સિંહણ ત્યાં જ બેસી ગઈ અને સિંહ તેની આજુબાજુમાં ફરતો રહ્યો અને સિંહણ જંગલ તરફ ચાલવા લાગી. બાદમાં સિંહ પણ તેની પાછળ ચાલવા લાગ્યો...

શેર કર્યો વીડિયો

આ વીડિયો ઝૂબીન આશરા નામના વ્યક્તિ દ્વારા લેવામાં આવ્યો છે. જેઓએ તેને મીડિયામાં શેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આમ તો સિંહ-સિંહણનો મેટિંગ પીરિયડ ચોમાસાનો હોય છે, પરંતુ કેટલાક કિસ્સામાં વિન્ટર સીઝનમાં પણ મેટિંગ થતા હોય છે.

(4:41 pm IST)