Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

માળીયાના જંગર ગીર સીમમાં દીપડો ઘસી આવ્યોઃ પાંજરે પુરાયો

માળીયા, તા.૧૦: માળીયા હાટીના તાલુકાના જંગર ગીર ગામે વન વિભાગ એક દીપડાને પાંજરામા પકડીને અમરાપુર ગીર ગામે એનીમલ કેર સેન્ટરમા મુકેલ છે.

માળીયા હાટીના તાલુકાના જંગર ગીર ગામે અરજણભાઇ જીવાભાઇ બારડના ખેતરમા તેમના પરીવારજનો ખેતરમા ઘાસ વાઢવાનુ કામ કરતા હતા ત્યારે બપોરે બે વાગ્યા  તેમના ખેતરમા એક દીપડો અને એક દીપડીને જોઇને કામ પળતુ મેલીને નાસભાગ મચી ગઇ હતી.

અરજણભાઇ બારડે માળીયા વન વિભાગને  જાણ કરતા એફ.આર.ઓફ એચ. વી. સીલુએ, બરૂલા રાઉન્ડના સી. એમ.  બહેતા રાઉન્ડના સી.એમ. ચૌહાણ, રમેશભારથી, અમીત ચુડાસમા તાત્કાલીક સ્ટાફ સાથે પાંજરૂ લઇને જંગર ગામે પાંજરૂ ગોઠવીને મહામુશીબતે ૧૦ થી ૧૨ કલાકની જહેમત બાદ દીપડો ઉ.વ. ૧૩ પાંજરે પુરાયો છે અને દીપડી નાસી ગઇ છે હજુ પણ દીપડીને પકડવા માટે જંગલમા પાંજરૂ રાખેલ છે.

પાંજરે પુરાયેલ દીપડાને અમરાપુરગીરના એનીમલ કેર સેન્ટરમા મોકેલ છે. જંગર ગામમા એક દીપડી આંટાફેરા કરે છે જેથી ગ્રામજનોમા ફફડાટ મચી ગયેલ છે જો કે વન વિભાગે દીપડીને પકડવા માટે ત્યારે જહેમત ઉઠાવી હતી.(પ-૧૯)

(11:38 am IST)