Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

ચોટીલાના નાના પાળીયાદમાં ૧.૪૩ લાખનો દારૂ પકડાયોઃ આરઆરસેલનો દરોડો

રાજકોટ, તા., ૧૦: ચોટીલાનાં નાના પાળીયાદ ગામે આરઆરસેલની ટીમે દરોડો પાડી ૧.૪૩ લાખનો દારૂ પકડાયો હતો.

રેન્જમાં પ્રોહી. જુગારની બદી નાબુદ કરવા માટે ડી.એન.પટેલ નાયબ પોલીસ મહાનિરીક્ષક રેન્જ રાજકોટનાઓએ આરઆરસેલના પો.સ.ઇ. કૃણાલ પટેલને કડક કામગીરી કરવા સુચના કરેલ જે અન્વયે સેલના માણસોને ખાનગી રાહે હકીકત મળેલ ચોટીલાના નાના પાડીયાદ ગામનો રહેવાસી દિનેશ સોમાભાઇ ઝાપડીયા પોતાની વાડીએ આવેલ ઓરડીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. જેથી તુર્ત જ હકીકત વાળી જગ્યાએ પહોંચી દિનેશ સોમાભાઇ ઝાપડીયાની વાડીએ આવેલ ઓરડી ચેક કરતા ઓરડીમાંથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૪૭૮ કિ. રૂ. ૧.૪૩,૪૦૦નો મુદામાલ મળી આવતા વાડી માલીક આરોપી દિનેશ સોમાભાઇ ઝાપડીયા વિરૂધ્ધ ચોટીલા પો.સ્ટે. ગુનો રજી. કરાવેલ છે. (૪.૪)

(11:52 am IST)