Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

સોમનાથમાં ૧૪મીએ મકરસંક્રાંતિ પર્વ નિમિતે ભવ્ય પતંગ મહોત્સ્વ

બેદિ પત્રકારો આગેવાનો દ્વારા પતંગ વિતરણ કરાશે : તડામાર તૈયારી

વેરાવળ તા.૧૦ : સોમનાથ ચોપાટી માં તા.૧૪ ને રવિવારે સતત ત્રીજા વર્ષે પતંગ મહોત્સવનું આયોજન કરાયેલ છે તેમાં વિના મુલ્યે પ્રવેશ, વિના મુલ્યે પંતગ વિતરણ ડી.જે રાખવામાં આવેલ છે.

તા. ૧૪ ને રવિવારના રોજ સવારે ૧૦ વાગ્યા થી ગીર સોમનાથ મીડીયા સેન્ટર, જોષી કેટરર્સ, મહેશ્વરી હોબી સેન્ટર, ટી પોસ્ટ, ઓલ ઇન્ડિયા વાડોકાય કરાટેએસો  તેમજ સોમનાથના પત્રકારો દ્વારા મકરસંક્રાતિના દિવસે ભવ્ય પંતગ ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે. તેમાં સોમનાથ ટ્રસ્ટ વહીવટી તંત્ર પોલીસતંત્ર સહીત નો વ્યવસ્થા માટે સહકાર મળી રહેલ છે.

આ પંતગ ઉત્સવ ભવ્ય રીતે ઉજવાય તે માટે તમામ જ્ઞાતિના પટેલો, આગેવાનો, કાર્યકરો પ્રજાજનોને જાહેર આમંત્રણ અપાયેલો છે તા.૧૨ અને ૧૩ ના રોજ મુખ્ય વિસ્તારોમાં ઘરેઘરે તેમજ મુખ્ય બજારોમાં પત્રકારો તથા આગેવાનો દ્વારા પંતગ વિતરપ કરવામાં આવશે

તા.૧૪ ના રોજ સવારે ૧૦ વાગ્યા થી કાર્યક્રમ શરૂ થશે તેમાં સ્થળ ઉપર વિના મુલ્યે પંતગ આપવામાં આવશે તેમજ માંડવી ની ચીકકી, તલ, મમરાના લાડુ, બોર, શેરડી પ્રસાદી રૂપે આપવમાં આવશે ત્રીજીવાર સોમનાથ ચોપાટી ઉપર પંતગ ઉત્સવ ઉજવવા માટે તડામાર તૈયારીઓ કરાઇ રહેલ છે.

(11:40 am IST)