Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખપદે ઇસ્માઇલભાઇ બાદી, ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ ઝાલા

વાંકાનેર : તસ્વીરમાં ધારાસભ્ય મહમદ જાવીદ પીરઝાદા સાથે નવનિયુકત હોદ્દેદારો નજરે પડે છે.

વાંકાનેર તા. ૧૦ : તાલુકા કક્ષાની સહકારી સંસ્થાની ચૂંટણી કેટલાક સમય પહેલા થઈ હતી પરંતુ તેમના હોદ્દેદારોની વરણી થતી નહતી. આ વરણી નિમેલ ચુંટણી અધિકારીએ પ્રથમ મીટીંગમાં કરવાની હોય છે. જે લાંબા ઇન્તેજાર પછી પ્રથમ મિટિંગ બોલાવીને હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે.

સંઘના પ્રમુખ તરીકે ઇસ્માઇલ બાદી, ઉપ પ્રમુખ તરીકે નરેન્દ્રસિંહ ઝાલા, પ્રોસેસિંગમાં પ્રમુખ તરીકે ઇબ્રાહિમ વકાલિયા અને ઉપ પ્રમુખ તરીકે માધાભાઈ વાઘેલાની બિનહરીફ વરણી થયેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સંઘમાં ભાજપ તરફી માત્ર ૨ સભ્યો જ છે. એમા પણ એક સભ્યતો ટાઈ થતા ચિઠીમાં આવેલ છે.

તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘનાં પ્રમુખ - ઉપપ્રમુખની વરણી કરવામાં આવી. પ્રમુખ પદે પાંચ દ્વારકા ગામનાં યુવા અગ્રણી ઇસ્માલભાઇ બાદી અને ઉપપ્રમુખ પદે પીઢ અગ્રણી નરેન્દ્રસિંહ ઝાલાની બીનહરીફ વરણી કરવામાં આવી છે.

વિધાનસભાની ચુંટણી પુરી થયા બાદ આ બન્ને સંસ્થા ઉપર ચેરમેન-વાઇસ ચેરમેનની નિમણુકની પ્રક્રિયા કોંગ્રેસ દ્વારા હાથ ધરાઇ હતી અને તેમાં સહકારી સંઘનાં પ્રમુખ પદ માટે પાંચ દ્વારકા ગામનાં ૧૦ વર્ષ સુધી સરપંચ પદે રહી ચુકેલા તેમજ વાંકાનેર તાલુકા પંચાયતનાં સદસ્ય તરીકે પણ સેવા આપી ચુકેલા યુવા નેતા અને એન્જીનિયર સુધીનો અભ્યાસ કરેલા ઇસ્માઇલભાઇ બાદીનાં નામની જાહેરાત તેમજ ઉપપ્રમુખ પદે કોંગ્રેસનાં પીઢ અગ્રણી એવા નરેન્દ્રસિંહ ઝાલાનાં નામની જાહેરાત સાથે બીન હરીફ વરણી કરવામાં આવી હતી. આ વેળાએ કોંગ્રેસના શહેર-તાલુકાનાં સર્વે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. બન્ને હોદેદ્દારોને અભિનંદન આપ્યા હતાં.

વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન પદે નિમણુંક થતાં વાંકાનેર ધારાસભ્ય મહંમદ જાવિદ પીરઝાદા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ઇરફાન પીરઝાદા, હરદેવસિંહ જાડેજા, મોરબી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ પ્રભુભાઇ વિઝવાડીયા, શિક્ષણ સમ્િતિ ચેરમેન ગુલામભાઇ પરાસરા, તાલુકા પંચાયત પ્રમુખ યુનુસભાઇ શેરસીયા, કોંગ્રેસ અગ્રણી રાજુભાઇ માલકીયા, એપીએમસી ચેરમેન રસુલભાઇ કડીવાર તેમજ શકિલ પીરઝાદા આબીદ ગઢવાળા તેમજ તમામ નામીઅનામી સંસ્થાના આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા.

(11:37 am IST)