Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

અમૃતનું આચમન જેટલું ફળદાયી હોય છે તેમ ભાગવત કથા શ્રવણમાં મળતી એક ક્ષણ પણ દુર્લભ હોય છેઃ પૂ. રમેશભાઇ ઓઝા

કથા શ્રવણથી દેહ નિર્મળ થાય છે અને ભાગ્ય હોય તો ભાગવત સાંભળવા મળે કથા પ્રારંભ એ અમરેલી માટે મંગળટાણુ છેઃ પરષોત્તમ રૂપાલાઃ પૂ. રમેશભાઇ ઓઝાના વ્યાસાસને અમરેલી ખાતે કૃષ્ણ કથામૃત્તમનું આયોજનઃ જૂનું હોય તેને નવા સ્વરૂપમાં - નવા વિચારો સાથે - નવું સર્જન કરવું, એકસાથે અનેક સ્વરૂપે કાર્યો કરવા તે કૃષ્ણ પાસેથી શીખવા જેવું છેઃ જય વસાવડાઃ હૃદયમાં ઉંડાણથી - હૃદયેશ્વરની કથા એટલે પૂ. ભાઇશ્રીના સ્વરમાં રજૂ થતું આ કૃષ્ણ કથામૃત્તમઃ ડો. જગદીશ ત્રિવેદી

જુનાગઢ - અમરેલી તા. ૧૦ : પૂજય રમેશભાઇ ઓઝાના વ્યાસાસને, અમરેલી ખાતે કૃષ્ણ કથામૃત્તમનું શ્રવણ કરવા કેન્દ્રીય રાજય કૃષિમંત્રીશ્રી પરષોત્તમભાઇ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા.

કૃષ્ણ કથામૃત્તમમાં, કેન્દ્રીય રાજય કૃષિમંત્રીશ્રી પરષોત્તમભાઇ રૂપાલાએ જણાવ્યું કે, નિર્મળ થાય દેહ ભાગ્ય હોય તો ભાગવત સાંભળવા મળે. જયારે વિચારીએ-સમજીએ રોજ કૃષ્ણનું વ્યકિતત્વ નવું જ, નવી જ દિશા-નવી જ દ્રષ્ટિ. વિચારો સાંભળી શકીએ-માણી શકીએ તેવો લ્હાવો કૃષ્ણ કથામૃત્ત્।મમાં મળ્યો છે.

કેન્દ્રીય રાજય કૃષિમંત્રીશ્રી પરષોત્તમભાઇ રૂપાલાએ વધુમાં કહ્યું કે, કથાપ્રારંભ એ અમરેલી માટે મંગળટાણું, ભાગ્યોદયની નિશાની છે. કથામૃત્તમમાં શબ્દો વ્યકત કરવાની અને પૂ. ભાઇશ્રીને તેમજ વડીલોને નમસ્કાર કરી, આર્શિવાદ મેળવવાની તક સાંપડી તે માટે તેમણે કૃત્તજ્ઞતાની અભિવ્યકત કરી હતી.

પ્રવચન સાંભળ્યા બાદ પૂજય રમેશભાઇ ઓઝાએ જણાવ્યું કે, બગીચામાં પુષ્પો ખીલે તેમ શબ્દોરૂપી પુષ્પોની સુગંધ કથામૃત્ત્।મમાં અનુભૂતિ થઇ.

પૂ.ભાઇશ્રીએ, અમૃત્તનું આચમન જેટલું ફળદાયી હોય છે તેમ ભાગવતકથા શ્રવણમાં મળતી એક ક્ષણ પણ દુર્લભ હોય છે. રાજા પરિક્ષિતે ભાગવતને ઔષધિ જણાવી, ભગરોગને દૂર કરવાવાળી ઔષધિ જે કાનેથી પીવાની છે, તે કડવી નહિ પણ મીઠી છે. ભાગવત શ્રવણ બંધનકર્તા નહિ પણ મુકત કરતો નશો બને છે. ગોપીએ ભાગવતને અમૃત્ત અને શુકદેવજીએ આસવ જણાવ્યું છે. 

વાત્સલ્યભાવ-કૃષ્ણ-યશોદા-ગોપી. હવેલીમાં સ્વરૂપની અને મંદિરમાં મૂર્તિની પૂજા કરવામાં આવે છે. સેવા સ્નેહપ્રધાન અને પૂજા વિધીપ્રધાન છે. શબરી પુષ્ટિભકત છે, સેવ્યને અનુકૂળ બનીને થાય તે સેવા છે, તેમ પૂ.ભાઇશ્રીએ કહ્યું હતુ.

કૃષ્ણ કથામૃત્તમમાં ઉપસ્થિત રહેલા શ્રી જય વસાવડાએ, કવિઓની ભૂમિ અમરેલીને વંદન કરતા જણાવ્યું કે, કૃષ્ણ કથામૃત્તમનું આયોજન થતાં ગોકુળ-વૃંદાવન-મથુરાની ભૂમિ અમરેલીમાં સર્જાય છે. કથાના આયોજન બદલ અભિનંદન પાઠવતા શ્રી વસાવડાએ ઉમેર્યુ કે, વર્ગ છોડી સ્વર્ગ પકડવું અને પરાક્રમ એ સંસ્કાર પાટીદારોમાં છે, અને આ કથાનું રસપાન કરાવનાર ગ્લોબલ વિઝનરી-દુનિયાને ડોલાવનાર એ પૂ.ભાઇશ્રી છે.

શ્રી જય વસાવડાએ કહ્યું કે, કૃષ્ણ મોરપીંછના દેવતા છે. બાહ્યને બદલે આંતરિક પરિવર્તન, હૃદયનો રંગ બદલવો જરૂરી. કૃષ્ણ એટલે કર્મ-કર્મઠ. જુસ્સા સાથે કર્મ કરવું અને એટલું જ વિનમ્ર રહેવું. અનુયાયીઓ પાસેથી યુકિતપૂર્વક કર્મ કરાવવાનું સચોટ દ્રષ્ટાંત ભગવાનશ્રી કૃષ્ણએ આપ્યું છે.

ડો. જગદીશ ત્રિવેદીએ જણાવ્યું હતુ કે, ગ્રામ્ય સંસ્કૃત્તિ અહીં ધબકે છે. કૃષ્ણ કથામૃત્તમમાં તેની અનુભૂતિ થાય છે. હૃદયના ઉંડાણથી-હૃદયેશ્વરની કથા એટલે પૂ.ભાઇશ્રીના સ્વરમાં રજૂ થતું આ કૃષ્ણ કથામૃત્તમ. શ્રી ત્રિવેદીએ તેમના પ્રવચનમાં ભારતીય સંસ્કૃત્તિ, આતિથ્ય ભાવ, ગ્રામ્યજીવન સહિતના મુદ્દાઓને આવરી લઇ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતુ.

કૃષ્ણ કથામૃત્તમ કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતશ્રીઓ, આયોજક શ્રી ફિણાવા પરિવાર સહિત કૃષ્ણ કથામૃત્તમનું શ્રવણ કરવા મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.(૨૧.૫)

(9:23 am IST)