Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

લાઠીના ચાવંડમાં ધોળા દિવસે મકાનમાં તસ્‍કરો ત્રાટક્‍યાઃ પટારામાં રાખેલ રોકડ રૂા. ૬૦,૦૦૦ની ચોરી

અમરેલી,તા. ૯:  જીલ્લામાં દિન-પ્રતિદિન ઉતરોતર ચોરીના બનાવ વધતા જાય છે. અમરેલી શહેરમાં ભાટીયા શેરી વિસ્‍તારમાં ૩૧ લાખના સોનાના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો હતો. ત્‍યાં જ ફરી તસ્‍કરોએ પોલીસને પડકારો ફેંકયો છે.

લાઠી તાલુકાના ચાવંડ ગામે રહેતા મુળજીભાઇ લવાભાઇ કયાડા (ઉવ.૬૧) ના મકાનમાં કાઇ તસ્‍કરોએ તા. ૮/૧૨ના ધોળા દિવસે સવારના ૭ વાગ્‍યાથી બપોરના ૧૧ વાગ્‍યા દરમ્‍યાન મકાનની દિવાલ કુદીને ઘરમાં પ્રવેશ કરી રૂમની ચાવી મેળવી બંને રૂમના તાળા ખોલી રૂમમાં રાખેલ લાકડાના પટારામાંથી રોકડ રૂા. ૬૦,૦૦૦ ની ચોરી કરી ગયાની લાઠી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

તું ફોનમાં મારી શું ખોટી વાતો કરે છે ? મિતિયાળામાં યુવાન ઉપર હુમલો

સાવરકુંડલા તાલુકાના મિતિયાળા ગામે રહેતા દિનેશભાઇ બાલાભાઇ મોલાડીયા (ઉવ.૩૫)ને વિનુ નાનજીભાઇ ચાવડાએ કહેલ કે તું મને મારા ફોનમાં શું કહેતો હતો અને મારી ખોટી શું વાતો કરે છે તેવું જણાવીને બોલાચાલી કરી વિનુ નાનજીભાઇ, ચના નાનજીભાઇ ચાવડાએ કુહાડી અને લાકડી વડે મારમારી માથામાં અને હાથે ઇજા કર્યાની સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ભાગવી જમીનના મનદુઃખ પ્રશ્‍ને ખાંભાના મોટા સમઢીયાળામાં મહિલાને ધમકી

ખાંભા તાલુકાના મોઢા સમઢીયાળા ગામે રહેતી દયાબેન કલ્‍યાણભાઇ બારડ (ઉવ.૩૫) તેમજ તેના કુટુંબીને ત્રણ વિઘા જમીન ભેગી હોય, જે જમીનનો તેના કુટુંબીઓ ભાગ આપવા માંગતા ન હોય જે મનદુઃખ રાખીને દિલીપ કનુભાઇ બારડ, ભાવેશ જાદવભાઇ પરમાર, રેખાબેન દિલીપભાઇ બારડે ગાળો બોલી મારી નાખવાની ધમકી આપ્‍યાની ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

રાજુલામાં સગીરાને ભગાડી જવાય

રાજુલા બીડી કામદાર વિસ્‍તારમાં રહેતી સગીરાને રાજુલા તાલુકા મોરંગી ગામના સંજય ઉર્ફે ચંદુ મોહનભાઇ મારૂ લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે ભગાડી ગયાની સગીરાના પિતાએ રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(3:15 pm IST)