Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

જેતપુરઃ તત્‍કાલ ચોકડી પાસે મેટાડોર હડફેટે ર પિતરાઇભાઇના મોત

આટો દેવા આવેલ સુનીલ રૂપેશભાઇ ગોહેલ દુધ લેવા ગયોને કાળ આંબી ગયો

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૯ : તત્‍કાલ ચોકડી નજીક આવેલ પેટ્રોલપંપ પાસે કારખાનામાં કામ કરતો આશાસ્‍પદ યુવાન શૈલેષ નીતેશભાઇ ગોહેલ (ઉ.૧૮) રહે રફાળા વાળાએ ગઇકાલે કારખાનામાં રાતપાળીમાં કામ કરેલ હોય આજે સવારે તેને ત્‍યાં આટો દેવા આવેલ સુનીલ રૂપેશભાઇ ગોહેલ (ઉ.૧૯) કે તેના કાકાનો દિકરો હોય તે જુનાગઢ મજુરી કામ કરે છે. તેને પોતાના બાઇક નં. જી.જે. ૦૩ ડીએફ પ૪૪૮ ઉપર બેસાડી દુધ લેવા ગયેલ દુધ લઇ પરત ફરતીવખતે ધવલ પાસે આવેલ જેતલસર ચોકડી પાસે પાછળથી ફુલ સ્‍પીડે આવતા મેટાડોર નં. જીજે૧૧ વીવી. ૧પ૯૮ ના ચાલકે સ્‍ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા બાઇકને હડફેટે લેતા બન્ને ભાઇઓ ફંગોળાય નિતે પટકાતા ગંભીર ઇજા સાથે મોત નીપજેલ બન્નેના મૃતદેહને પી.એમ. માટે સરકારી હોસ્‍પીટલે ખસેડી આગળની કાર્યવાહી તાલુકા પો.સ્‍ટે.ને વલ્લભભાઇ બાવળીયા કરી રહ્યા છ.ે

(1:29 pm IST)