Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

ભાણવડના ધાડના તથા લાલપુર પોલીસ ઉપર એસોલ્ટના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપીને પકડી પાડતી-એલ.સી.બી. દેવભૂમિ દ્વારકા

ખંભાળિયા, તા. ૯ : ગત તા.૦૮/૦૧/૨૦૨૧ના રાત્રીના ભાણવડના મેવાસા ગામની સીમ વિસ્તારમાં ખેડુત ગોરધનભાઇ ટપુભાઇ કોળીના વાડીના રહેણાંક મકાને દાતરડુ, ધોકા જેવા હથીયારો સાથે ધાડ પાડી ખેડુત તથા તેના પરીવારજનોને બંધક બનાવી તેના મકાનેથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી કુલ રૃ. ૫,૩૭,૩૦૦/- નો મુદ્દામાલ લુંટી લઇ ખેડુતની લાલ કલરની કવીડ ફોર વ્હીલર કાર લઇ ભાગેલ જેનો પોલીસ નાકાબંધી કરાવી પીછો કરતા મજકુર આરોપીઓએ લાલપુર પોલીસ ઉપર હુમલો કરી કવીડ ફોરવ્હીલ કાર મુકી લાલપુર વિસ્તારમાંથી બુલેટ ટુ-વ્હીલરની ચોરી કરી નાશી ગયેલ જે બાબતે ભાણવડ પોલીસ સ્ટેશનએ પાર્ટ ગુ.ર.ન.૦૦૩૪/૨૦૨૧ આઇ.પી.સી. કલમ- ૩૯૭, ૩૯૫, ૩૯૪,૩૪૧,૩૪૨, ૪૫૮ મુજબ તથા લાલપુર પોલીસ સ્ટેશન ખાતે વિવિધ ગુનાઓ દાખલ થયેલ.

આ ત્રણેય ગુનામાં એક વર્ષથી આરોપી નાસતા ફરતા હોય જેની હકીકત એલ.સી.બી.ના એ.એસ.આઇ.કેશુરભાઇ ભાટીયા, જયદેવસિંહ જાડેજા તથા હેડ કોન્સ. જેસલસિંહ જાડેજા નાઓને મળેલ જે આધારે તપાસ કરતા (૧) ભારત ઉર્ફે ભાઇસિંહ બીલામ મંડલોઇ જાતે ભીલ ઉ.વ.૨૯, રહે.૩૩, સ્કુલ ફળીયામ, કાકડકુવા ગામ તા.કુકસી જી. ધાર, થાણા-ટાંડા મધ્યપ્રદેશને ઝડપી પાડેલ છે.

એલ.સી.બી. દેવભૂમિ દ્વારકાના પીઆઇ કે.કે.ગોહિલ રાહબરી હેઠળ પીએસઆઇ એસ.એસ.ચૌહાણ, બી.એમ. દેવમુરારી, અને એસ.વી. ગળચર અ.ેએસ.આઇ કેશુરભાઇ ભાટીયા, જયદેવસિંહ જાડેજા, સજુભા જાડેજા, બલભદ્રસિંહ ગોહીલ, ભરતભાઇ ચાવડા, સુનીલભાઇ કાંબલીયા, વીપુલભાઇ ડાંગર, મસરીભાઇ ભારવાડીયા, અરજણભાઇ મારૃ,  નરસીભાઇ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, એચસી લાખાભાઇ, પીંડારીયા, જેસલસિંહ જાડેજા, પ્રદીપસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, ડાડુભાઇ જોગલ, કુલદિપસિંહ જાડેજા, હસમુખભાઇ કટારા, પીસી ગોવીંદભાઇ  કરમુર, મસરીભાઇ છછુછર, નારણભાઇ બેલા, દેવાભાઇ મોઢવાડીયા, વિશ્વદીપસિંહ જાડેજા, મેહુલભાઇ રાઠોડ, સચીનભાઇ નકુમ, અરજણભાઇ આંબલીયાએ આ કામગીરી કરી હતી.

(3:13 pm IST)