Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

મહેન્‍દ્રભાઇ પાડલીયા જીતીને વતન મોટી પાનેલી પહોંચ્‍યાઃ જન્‍મભૂમિની માટીને માથા ઉપર ચડાવી

(અતુલ ચગ દ્વારા)મોટી પાનેલીઃ ધોરાજી ઉપલેટા વિધાનસભા બેઠક ઉપર મતદાન બાદ ભારે રસાકસી પૂર્ણ મતદાન થયેલ તમામ પાર્ટીના ઉમેદવાર પોતપોતાની જીતનો દાવો કરતા હતા પરંતુ મતગણતરી શરુ થતાજ શરૂઆત થી જ ભાજપ આગળ નીકળી ગયેલ ભાજપના ઉમેદવાર ડો.મહેન્‍દ્રભાઈ પાડલીયા એ મતદાનના અંતે અગ્‍યાર હજાર કરતા વધુ મતોથી જીત મેળવી હતી મહેન્‍દ્રભાઈ પાડલીયાના મૂળ વતન મોટી પાનેલીમાં સવારથી ભારે ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો સવારથીજ કાર્યકર્તાઓએ ફટાકડાની ધૂમ મચાવી દીધી હતી સાથેજ એકબીજામો મીઠાં કરતા પણ જોવા મળેલ ફટાકડાની ધૂમ આખોદિવસ ચાલી હતી ગામના કાળવા ચોક તેમજ બસસ્‍ટેન્‍ડ ચોકમાં આખો દિવસ ફટાકડા ફૂટ્‍યા હતા પાનેલીના લોકોમાં પણ ગામના ઉમેદવાર માટે ભારે ઉત્‍સાહ હતો. જેને લીધેજ પાનેલીના ઇતિહાસ માં પહેલીવાર કોઈ ઉમેદવારને સતરશો મતની લિડ મળી હોય તેવું બન્‍યું છે ગામ લોકોનો અનેરો પ્રેમ અને ઉત્‍સાહ સાથે જનની જન્‍મભૂમિ પ્રત્‍યેનો પ્રેમ વિજેતા ઉમેદવાર મહેન્‍દ્રભાઈ પાડલીયાને જીત મળતાજ સીધા જન્‍મભૂમિ તરફથી ખેંચી ગયેલ અને જીત મળતાજ મહેન્‍દ્રભાઈ સીધા માદરે વતન પહોંચી વતનની માટીને માથા પર ચડાવી હતી સાથેજ પોતાનું બચપણને યાદ કરતા હર્ષઅશ્રુ પણ વહાવ્‍યા હતા સમસ્‍ત ગ્રામજનોનો ભારે આભાર વ્‍યક્‍ત કરેલ મહેન્‍દ્રભાઈનુ ભવ્‍ય સ્‍વાગત પાનેલીમાં કરવામાં આવેલ હતું મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહી પાડલીયાને આવકાર્યા હતા ઢોલ નગારા ડીજે સાથે ફટાકડાની ધૂમ ધડાકાથી વાતાવરણ ગજવી દીધું હતું લોકોમાં ભારે ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો કાર્યકર્તા ઓ એ મહેન્‍દ્રભાઈને ખંભે બેસાડી લીધા હતા મોહનગર વિસ્‍તારના બહેનોએ મહેન્‍દ્રભાઈનુ હારતોરા થી સ્‍વાગત કરી ખુશી વ્‍યક્‍ત કરી હતી કાળવાચોકમાં ગામના મુરબ્‍બી સ્‍વ.મોહનબાપાના પૂતળાને પાડલીયા એ હારતોરા કરી કાર્યકરોને હૃદયપૂર્વક મળ્‍યા હતા મહત્‍વની વાતએ છે કે જીત મળતા જ સીધા જન્‍મભૂમિ પ્રત્‍યેનું પોતાનું ઋણ અદા કરવા પહોંચેલા પાડલીયાએ જન્‍મભૂમિના આશિષ મેળવી ગ્રામજનો પ્રત્‍યે પોતાનો પ્રેમ દર્શાવેલ જે માટે ગ્રામજનોએ પાડલીયાને બિરદાવી ખુબખુબ શુભકામના પાઠવી હતી સાથેજ પાડલીયાને પ્રધાનમંડળમાં સ્‍થાન મળે તેવી શુભેચ્‍છા પાઠવી હતી.

(11:57 am IST)