Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

સુરેન્દ્રનગરનો જૈન વણિક શખ્સ ચાર ચોરાઉ વાહન સાથે ઝડપાયો

વઢવાણ,તા.૯:  સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક હરેશકુમાર દુધાતએ સુરેન્દ્રનગર જીલ્લા નાસતા ફરતા આરોપી, એચ.એસ./ એમ.સી.આર ચેક કરવા, વાહન ચેકીંગ તેમજ ઘરફોડ ચોરી તેમજ વાહન ચોરી કરતા ઇસમો ચેક કરવા તેમજ ગુનાહિત કૃત્ય કરતી ટોળકીઓ તેમજ છેવાડા વિસ્તારમાં આવેલ દંગા, પડાવ વિગેરે જગ્યાએ તપાસ કરવા માર્ગદર્શન આપેલ.

 પોલીસ ઇન્સ. વી.વી. ત્રિવેદીએ પો.સબ.ઇન્સ, વી.આર.જાડેજા તથા એલ.સી.બી.સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સુરેન્દ્રનગર જીલ્લા વિસ્તારમાં સધન પેટ્રોલીંગ ફરી ગે.કા.પ્રવૃતિ ઉપર વોચ રાખવા સુચના આપેલ, જે અન્વયે એલ.સી.બી.ટીમ પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે આરોપી રૃષભભાઇ કીરીટભાઇ શાહ જાતે જૈન વાણીયા ઉ.વ.૨૯ ધંધો ડ્રાઇવીંગ રહે.સુરેન્દ્રનગર, નવા જંકશન રોડ, નાગેશ્વર પાશ્વનાથ જૈન દેરાસર પાસે. મણીયાર નગર, વીંગ નં.-૧, બ્લોક નં.૧૦૫ વાળાને સુરેન્દ્રનગર, રીવરફન્ટ ઉપરથી પકડી પાડી મજકુર ઇસમના કબજામાંથી ચોરી કે છળકપટથી મેળવેલ (૧) ઇકો ગાડી રજી.નં. જી.જે.-૧૩-આર.આર.૦૯૮૩, કી.રૃ.૩,૦૦,૦૦૦/- (૨) એસપ્રેસો ગાડી રજી. નં. રજી.નં.જી.જે.-૦૬-પીબી-૩૪૩૫ કી.રૃ.૨,૫૦,૦૦૦/- (૩) ઇકો ગાડી રજી. નં. જી.જે.-૦૭-બીઆર-૭૪૧૨ કી.રૃ.૩,૦૦,૦૦૦/- (૪) ઇકો ગાડી રજી.નં. જી.જે.-૦૨-ડીઇ-૫૯૪૭ કી. રૃ.૩,૦૦,૦૦૦/- મળી કુલ રૃા.૧૧,૫૦,૦૦૦/- ના મુદમાલ સાથે પકડી પાડી મજકુર આરોપીની પુછપરછ કરતા સદરહું ગાડીઓ (૧) પાંચેક મહીના પહેલા થાનગઢ, ચોકડી પાસેથી ઇકો ગાડીની ચોરી તેમજ (૨) દશેક મહીના પહેલા નડીયાદ, આર.ટી.ઓ. પાસેથી વિશાલભાઇ પરમાર રહે. આણંદ વાળાની એસસ્પેસો ગાડીની ચોરી તેમજ (૩) પાંચેક મહીના પહેલા રાધનપેર, દેરાસર પાસેથી ઇકો ગાડીની ચોરી તેમજ (૪) બે મહીના પહેલા પાટડી, કોર્ટ પાસેથી ઇકો ગાડીની ચોરી કરેલ તેમજ સદરહું ઇકો ગાડીઓ પોતે ફેરવતો હતો તેમજ કયારેક પૈસાની જરૃરત હોય ત્યારે આ ગાડીઓ ગીરવે મુકતો હતો. તેમજ જ્યારે પૈસાની સગવડ થાય ત્યારે આ ગાડીઓ છોડાવી લેતો હતો તેમ જણાવી ગુનો કરેલ હોવાની કબુલાત આપતા મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી તથા મજકુર ઇસમને સી.આરે.પી.સી.કલમ-૪૧ (૧) ડી-મુજબ કાર્યવાહી કરી સુરેન્દ્રનગર સીટી એ ડીવી. પો.સ્ટે.સોપી આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગર ના એસ.આઇ.એન.ડી.ચુડાસમા તથા નિકુલસિંહ ભુપતસિંહએ રીતેની ટીમ દ્વારા રીક્ષા ચોરીનો ચોર-મુદ્દામાલ શોધી કાઢી છે.

(3:14 pm IST)