Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

ઉનામાં ઐતિહાસીક જંગી લીડથી કમળને ખીલવનાર કે.સી.રાઠોડનું ભવ્‍ય વિજય સરઘસ

કેસરિયા ગામેથી ભાજપના વિજેતા ઉમેદવાર સેંકડો બાઇક, કાર અને ટ્રેકટરો સાથે સરઘસરૂપે પક્ષના મુખ્‍ય કાર્યાલયે પહોંચ્‍યા : ભાજપના તમામ કાર્યકરોનો તથા લોકોનો કાળુભાઇએ આભાર માન્‍યો

(નવીન જોષી દ્વારા) ઉના,તા. ૯ : ૯૩ વિધાનસભાની ચૂંટણીમાં ભા.જ.પ.ના ઉમેદવાર કાળુભાઇ રાઠોડ (સી.કે.રાઠોડ) એ ૯૫,૮૬૦ જંગી લીડ મેળવી ૪૩,૫૨૬ મતોની સાથે ઐતિહાસિક લીડથી વિજેતા  બનતા કાળુભાઇ રાઠોડનું ભવ્‍ય સરઘસ નીકળ્‍યું હતું. કાળુભાઇએ હરીફ કોંગ્રેસના ઉમેદવાર પુંજાભાઇને હેટ્રીક કરતા રોકયા હતા. પુંજાભાઇને ૫૨,૩૩૪ રમત મળ્‍યા હતા.

ઉના-ગીરગઢડા વિસ્‍તારની ૯૩ વિધાનસભાની બેઠકની ચૂંટણીનું ૧,૬૮,૭૨૬ મતદારોએ ૬૨,.૧૭ ટકા મતદાન કરેલ અને ઉમેદવાર પણ કોની તરફ મતદાન થયેલ તે સમજી ના શકેલ પરંતુ આજે મત ગણતરી વેરાવળમાં પૂર્ણ થતા પ્રથમથી પહેલા રાઉન્‍ડથી ભા.જ.પ.ના ઉમેદવાર કાળુભાઇ ચનાભાઇ રાઠોડ આગળ હતાી. મત ગણતરી પૂર્ણ થતા તેમને પોસ્‍ટલ ૫૦૪ મતો મળેલ. ઇ.વી.એમ. ગણતરી કરતા કુલ ૯૫,૮૬૦ મતો મળેલ હતા.

જ્‍યારે સતત આઠમી વખત ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના પુંજાભાઇ ભીમાભાઇ વંસને પોસ્‍ટલ ૩૧૯ મતો મળેલ તે ગણતરી કરતા ૫૨,૩૩૪ મતો મળતા કાળુભાઇ રાઠોડે ૪૩,૫૨૬ જેવી જંગી ઐતિહાસિક લીડથી કમળને ખીલાયુ હતું. જ્‍યારે આમ આદમી પાર્ટીના સેજલબેન મનસુખભાઇ ખુંટ ૧૨,૯૨૨ મતો મળેલ હતા. અને નોટાને ૩૦૯૨ મતદારોએ મત આપેલ હતા. ૨૦૧૭માં ૧૬૮૬૧ મત નોટાને મળેલ.

છેલ્લી ૧૮૯૫ની વિધાનસભાની ચંૂટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ઉકાભાઇ સીદીભાઇ ઝાલા ૩૦,૭૨૦ મતોની લીડથી વિજેતા બનેલ પછી ૨૦૨૨ માં કાળુભાઇ ૪૩,૫૨૬ મતોની લીડથી વિજેતા બનેલ છે. તેમનું વિજય સરઘસ ઉનાથી ૧૨ કિ.મી. દૂર કેસરીયા ગામેથી સેંકડો મોટરસાયકલ, ટ્રેકટરો, બાઇક સાથે નીકળી મુખ્‍ય કાર્યાલયે પહોંચેલ હતું.

સરઘસ પૂર્ણ થયા બાદ વિજેતા કાળુભાઇ રાઠોડે આ વિજય ઉના-ગીરગઢડા તાલુકાની જનતાનો વિજય ગણાવેલ. ભા.જ.પ. તમામ કાર્યકરોએ જે ખૂબ મહેનત કરી વિજય અપાવેલ તે માટે કાળુભાઇએ આભાર માનેલ હતો. આવતા પાંચ વર્ષમાં ઉના-ગીરગઢડા તાલુકામાં તમામ ક્ષેત્રે વિકાસ કરી સમૃધ્‍ધ, સુવિધાયુકત વિસ્‍તાર બનાવવા વચન આપેલ હતું.

(10:39 am IST)