Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

આ મોદી મેજીકની અનોખી ભાત છે: સોશ્યલ મીડિયામાં છવાઈ કચ્છના જાણીતા કવિ "શરમાળ"ની કવિતા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૯

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું હોમ સ્ટેટ હોઈ ગુજરાતની ચુંટણીએ દેશ અને દુનિયામાં ચર્ચા જગાવી હોઈ ચારેકોર ભાજપના ભવ્ય વિજયની ચર્ચા થઈ રહી છે. ત્યારે ગુજરાતમાં ભાજપને મળેલા આ ભવ્ય વિજયના શિલ્પી નિઃશંક પણે સમગ્ર ચુંટણી પ્રચારની ધુરા સંભાળનાર નરેન્દ્રભાઈ મોદી જ છે. ગુજરાતમાં ૧૫૬ બેઠકો મેળવી ભાજપે નવો રાજકીય ઈતિહાસ સર્જ્યો છે. તો, સરહદી કચ્છ જિલ્લામાં પણ ભાજપે છ એ છ બેઠકો મેળવી રાજકીય ઇતિહાસ રચ્યો છે. ભાજપના આ વિજયના શિલ્પી નરેન્દ્રભાઈ છે ત્યારે કચ્છના જાણીતા કવિ જગદીશ ગોર "શરમાળ" દ્વારા રચાયેલી કવિતા સોશ્યલ મીડિયામાં ભારે ધૂમ મચાવી રહી છે. આ રહી એ કવિતા "આ મોદી મેજીકની અનોખી ભાત છે.."

(9:49 am IST)