Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ભાજપના બુલડોઝર હેઠળ કોંગ્રેસ-આપ કચડાયા

સર્વત્ર ભાજપનો જય જયકાર...: સૌરાષ્‍ટ્ર-કચ્‍છની પ૪માંથી ૪ર બેઠક ઉપર ભાજપનો ભગવોઃ ખંભાળીયા બેઠક ઉપર ‘આપ'ના ઇસુદાન આગળ

રાજકોટ, તા., ૮: રાજકોટ સહીત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ભાજપનું બુલડોઝર ફરી વળ્‍યું છે અને સર્વત્ર ભાજપનો જય જયકાર થયો છે અને રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છની પ૪માંથી ૪ર બેઠક ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાની ખંભાળીયા બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઇસુદાન ગઢવી આગળ છે.

આજે સવારથી મત ગણતરી હાથ ધરવામાં આવી હતી અને ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત સાથે ઇવીએમ મશીન ખુલ્‍યા હતા અને મત-ગણતરી હાથ ધરવામાં આવી હતી. સર્વત્ર ભાજપનાં ઉમેદવારો આગળ રહ્યા હતા.

વાંકાનેર, દ્વારકા માણાવદર, તાલાલા, પાલીતાણા, ભાવનગર, ગ્રામ્‍ય સહિત જુદા જુદા મત વિસ્‍તારો ઉપર ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે.

ગઢડા ભાજપના ઉમેદવાર ૧૮૦૦ મતોથી આગળ છે. જયારે બોટાદ આપના ઉમેદવાર પપ૦૦ મતોથી આગળ છે.

(11:38 am IST)