Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

જસદણ નગરપાલિકા વિસ્તારોની રાત્રિ રસીકરણ કામગીરીનું નિરીક્ષણ કરતા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી: ૧૦૦થી વધુ નાગરિકોએ સ્થળ પર જ રસી મુકાવી

રાજકોટ :રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ અને જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જસદણ નગરપાલિકા વિસ્તારોની રાત્રિ રસીકરણ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું, અને નાગરિકોને રસી મુકાવવા માટે પ્રેરિત કર્યા હતા.

  રાજયના નાગરિકોને કોરોના સામે રક્ષણ પૂરૂં પાડવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બહુઆયામી પ્રયત્નો હાથ ધરાઇ રહયા છે, જેના ભાગરૂપે નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારોના કૃષિ કામગીરી સાથે જોડાયેલા નાગરિકો માટે આરોગ્ય વિભાગ દ્વારા રાત્રિ રસીકરણ કાર્યક્રમ અમલી બનાવાયો છે. આવી જ કામગીરી જસદણ નગરપાલિકા વિસ્તારમાં ચાલી રહી છે, જેની મુલાકાત કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ લીધી હતી. રાત્રિ રસીકરણ કામગીરી દરમ્યાન ૧૦૦ થી વધુ ગ્રામ્ય નાગરિકોએ કોરોના વિરોધી રસી મુકાવી હતી, અને તેમના અન્ય સંબંધિતોને પણ રસી મુકાવવા સમજાવ્યા હતા. જસદણ તાલુકાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ, આશા વર્કર બહેનો તથા આંગણવાડીના કર્મચારીઓ આ રસીકરણ કામગીરીમાં સહભાગી થયા હતા

(7:40 pm IST)