Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ વોલીબોલ સ્પર્ધામાં એમપી શાહ કોમર્સ કોલેજ સતત છઠ્ઠી વખત ચેમ્પિયન બની

 વઢવાણ : એમ.પી .શાહ કોમર્સ કોલેજ સુરેન્દ્રનગર ખાતે રમાયેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ વોલીબોલ સ્પર્ધામાં ગોસરાણી કોલેજ જામનગરની ટીમને પરાસ્ત કરી એમપી શાહ કોમર્સ કોલેજ સુરેન્દ્રનગરની ટીમે સતત છઠ્ઠા વર્ષે  ચેમ્પિયન   બની સમગ્ર ઝાલાવાડનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામક શ્રી ડો.જતીન સોનીએ ખુલ્લી મૂકી હતી  જ્યારે મુખ્ય મહેમાન તરીકે સુરેન્દ્રનગર નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય ઉપસ્થિત રહ્યાં હતાં . વિજેતા ટીમને એલસીબી પીઆઈ દિગ્વિજયસિંહ પરમારના હસ્તે  ટ્રોફી તથા ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું . વિજેતા ટીમને નેશનલ પ્લેયર યશપાલ સિંહ ઝાલાએ કોચિંગ આપ્યું હતું  .સતત છ વખત ચેમ્પિયનશીપ હાંસલ કરવા બદલ કોલેજની ટીમને કોલેજ પરિવાર તથા  સંચાલક મંડળ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.  (તસ્વીર ફઝલ ચૌહાણ, વઢવાણ)

(2:38 pm IST)