Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

જામનગરનાં આંબરડી ગામે ૯૦ વર્ષના વૃઘ્ધાનું દાઝી જતાં મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૯: જામજોધપુર તાલુકાના આંબરડી ગામે રહેતા પરબત આલાભાઈ સગર ઉ.વ. પર એ પોલીસમાં જાહેર કરેલ છે કે, તા. ૮ ના રોજ તેમની માતૃશ્રી મણીબેન આલાભાઈ સગર ઉ.વ. ૯૦ પોતાના ઘરે ચુલો પેટાવવા કેરોસીનની શીશીમાંથી ચુલામાં કેરોસીન નાખવા જતા અકસ્માતે ભળકો થતા શરીરે સખ્ત રીતે દાઝી જતાં સારવાર બાદ તેમનું મૃત્યુ નિપજેલ છે.

વિકટોરીયા પુલ પાસેથી મોટર સાયકલ ચોરાયું

જામનગર : અહીં ઘાંચી કબ્રસ્તાન પાસે, ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા સદામહુશેન હનીફભાઈ ખુરેશી ઉ.વ. ૩૦ એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તા. પ ના રોજ વિકટોરીયા પુલ પાસેથી મોટર સાયકલ જી.જે.૧૦–સીજે–૭૭૯ર કિંમત રૂ.૩૦ હજારનું કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ ગયેલ છે.

છેતરપીંડી આચારી યુવકના નામે બેનામી વ્યવહારો કરનાર બે શખ્સો સામે રાવ

અહીં સ્વામીનારાયણ નગર શેરી નં. પ માં રહેતા હરીશ જેઠાભાઈ પરમાર ઉ.વ. ૩૦ એ સીટી સી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, આજથી ત્રણ મહીના પહેલા સંતોષી માતાના મંદિર પાસે આ કામેના આરોપીઓ જતીન પાલા તથા મોહીત ઉર્ફે વિવેક પરમારે ફરીયાદીની આંગળીયા પેઢીમાં ઉચ્ચ પગાર તથા નોકરી આપવાની તથા મુંબઈ સ્થાઈ થવા માટેની લાલચ આપીને ફરીયાદીનો પગાર કરવા માટે ચાલુ ખાતુ તથા બચત ખાતુ ખોલવા માટે ફરીયાદીને વિશ્વાસમાં લઈ ફરીયાદીના ખાનગી દસ્તાવેજો મેળવી તથા ફરીયાદીના નામની ખોટી પેઢી બનાવીને ફરીયાદીના ચાલુ ખાતામા આ કામેના બન્ને આરોપીઓએ પૂર્વ આયોજીત કાવત્રુ રચી ફરીયાદીની જાણ બહાર બેનામી શંકાસ્પદ આર્થિક વ્યવહારો કરીને છેતરપીંડી તથા વિશ્વાસઘાત કરી ગુન્હો કરેલ છે.

સુવરડા ગામે વાડી વિસ્તારમાં મજુરને માર મારી મોટર સાયકલ ઉઠાવી ગયાની રાવ

જામનગર તાલુકાના સુવરડા ગામે રહેતા સામત કાનાભાઈ લોખીલ ઉ.વ. ૬ર એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, તા. ૭ ના રોજ ફરીયાદીની વાડીના મજુર થાનસીંગ ખેતરમાં ચણાના વાવેતરમાં પાણી વાળતો હોય ત્યારે આ કામેના આરોપીઓ શકદાર રાજુ દેવીપૂજકે કોઈપણ રીતે માથાકૂટ કરી લોખંડના પાવડા વડે ફરીયાદીના વાડીના મજુર ઉપર જીવલેણ હુમલો કરી મોટર સાયકલ જી.જે.૧૩–એઈ–૦૪૬૦ કિંમત રૂ. ૧પ હજારનું ચોરી ગુન્હો કરેલ છે.

મોટી ખાવડીમાં સામાન્ય બોલાચાલી બાદ છોટા હાથી સળગાવી નાખ્યાની રાવ

જામનગર તાલુકાના મોટી ખાવડીમાં રહેતા અશોક દેવાભાઈ પરમાર ઉ.વ. ૪પ એ મેઘપર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, તા. ૮ ના રોજ આંબાવાડી વિસ્તાર નવી હાઈસ્કુલની બાજુમાં ફરીયાદીના રહેણાંક પાસે જાહેરમાં આ કામેના આરોપી ભરત ઉર્ફે તેરે નામ કાનાભાઈ રાઠોડ એ ફરીયાદી સાથે આઠેક દિવસ પહેલા બોલાચાલી કરેલ હોય જેનું મનદુઃખ રાખી ફરીયાદીની માલિકીની ટાટા કંપનીની સુપર એકસ છોટા હાથી જી.જે.૧૬–ડબલ્યુ–૬૦૭૭ ઉપર કોઈ જવલંતશીલ પદાર્થ છાંટી સળગાવી અંદાજે રૂ. ર.પ૦ લાખનું નુકશાન કરી ગુન્હો કરેલ છે.(

(12:56 pm IST)