Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

પોરબંદર જીલ્લામાં લેન્ડગ્રેબીંગ એકટનો અસરકારક અમલ જરૂરી

નિયમોને એકબાજુ મુકીને જાહેર જનતાની અવરજવર માટેના રાજમાર્ગ ઉપર મર્યાદીત છુટ સામે આરટીઆઇ અરજી

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૯: પ્રાચીન ઋષિ-મુનીઓ ધર્મશાસ્ત્રના મહાન ગ્રંથો પુરાણો લખનાર વ્યાસોએ જે વારસો સંસ્કૃતી સદગુણ વારસો આપેલ છે. તેને વર્તમાન  સ્થિતિ સંજોગોમાં પચાવી શકવા અસમર્થ દિન-પ્રતિદિન બનતા જાય છે. દંભ અભિમાનના ચક્કરમાંથી બહાર આવવુ ઘણું કઠીન બન્યું છે.

પુર્વ જવેલર્સ અને આર.ટી.આઇ. એકવીસ્ટ અનિલભાઇ રાણીંગાએ જણાવેલ કે સરકારી-મહેસુલી હુકમ આધારીત આર.ટી.આઇ. દ્વારા પોરબંદર સ્વતંત્ર જીલ્લો આજથી અઢી દાયકા પુર્વે  ન હતો. પરંતુ સબ જીલ્લો ડીસ્ટ્રીકટમાં સ્થાન હતું. તમામ જીલ્લાનાં મહેસુલી રેવન્યુ વહીવટ વહેવાર જુનાગઢ જીલ્લા કલેકટરના વહીવટી શાસનમાં સમાવેલ તે સમયે મુડીવાદ ઉદ્યોગપતિના વાદે જે લીલા અને શાસન પર પ્રભાવ દેખાડી બંધારણ કાયદા મુજબ ન થઇ શકે તેવો મહેસુલી હુકમ કરાવી અને સમયોચિત એક પક્ષીય લાભ મેળવ્યો. હુકમ કરતા વિપરીત પ્રભાવ પાડયો જે આજદીન તે અસરમાંથી બહાર આવેલ નથી. આર.ટી.આઇ.  એકટીવીસ્ટે અરજીમાં જણાવેલ કે, અનિલભાઇ રાણીંગાએ જણાવેલ કે સમયોચિત પોરબંદરને અલગ જીલ્લાનો સ્વતંત્ર દરજ્જો પ્રાપ્ત થતા પોરબંદર જીલ્લા સબ જીલ્લાનું રાજયનું મહેસુલી રેકર્ડ પોરબંદર જીલ્લા કલેકટરને સોંપવામાં આવ્યું તેમાં વગધારી એક તરફી હુકમનું રેકર્ડ કલેકટરને સુપ્રત તે રેકર્ડ આધારીત હુકમ જયુબેલી પાણી કોઠાથી રાજવાડી યાને હાલના વર્તમાન ભારત અંદર પ્લુનોટીરીયમ યાને તારામંડળ, આર્યકન્યા ગુરૂકુળ રોડ વિગેરે સરકારી હક્કે પ્રજા માલીકીના સાર્વજનીક છે અને આ જાહેર પ્રજાકીય  ઉપયોગ આસપાસના રહેણાંક, રાજયના સરવે નંબર આવતા ગ્રામ્ય નાગરીકો, શહેરના નાગરીકો સ્વતંત્ર પણે ઉભભોગ કરવા હક્કદાર હોવા છતાં તે હક્ક ગુપ્ત રીતે નાગરીકોના શિક્ષણ સંસ્કૃતીના નામે અપરોક્ષ રીતે છીનવી જાહેર પ્રજાના હક્ક હિતને નુકશાન પહોંચાડેલ છે.

શિક્ષણ હેતુસર શિક્ષણમાં અભ્યાસ કરતી બાળાઓ-વિદ્યાર્થી-વિદ્યાર્થીને ખેલવે પડે નહી જેથી ભારે વાહનોની આવક જાવક કરી શકે નહી તેવો હુકમ થયેલ. આર્ય કન્યા ગુરૂકુળ રસ્તા પરથી વરસોનો પરંપરાગત રોકડીયા હનુમાન-નરસંગ ટેકરી રાષ્ટ્રીય ધોરી માર્ગ તેમજ વર્તમાન સ્વ.માલદેવજી ઓડેદરા માર્કેટીંગ સાથે સંકળાયેલ હોય તેને ખુલ્લો કરાવવા જાહેર માહીતી અધિકારનો ઉપયોગ અનિલભાઇ રાણીંગાએ કરી માહીતી મેળવી પોરબંદરના જીલ્લા કલેકટરને દસ્તાવેજી પુરાવા સાથે રજુઆત કરતા જીલ્લા પ્રસાશન પર પ્રભાવ પડતો હોય જેથી છેલ્લા બે વરસથી આ પ્રશ્ન ગુંચવાયેલ પડેલ છે.

પુર્વ જુનાગઢ જીલ્લા કલેકટરશ્રીના હુકમ પ્રમાણે ભારે વાહનો પસાર કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. હુકમથી વિરૂધ્ધ સાથે ચર્ચીત મીલીભગતપણું કરી જયુબેલી પાણી કોઠાથી રોકડીયા હનુમાને રાજવાડી રસ્તામાં અનઅધિકૃત કબ્જો જમાવેલ. વર્તમાન સ્થિતિએ તો રાજવાડી રોકડીયા હનુમાન સાર્વજનીક પ્રજાકીય માલીકીના રાજરસ્તાનો વચ્ચે દરવાજો ઉભો કરી સાર્વજનીક આવક જાવકનો માર્ગ બંધ કરી દીધેલ છે. એ રીતે નાગરીકોને અવરજવર હક્ક કાયમી ધોરણે છીનવી લીધેલ છે તેમ કહેવાય છે કે સરકારી કાગળ પર પણ કાર્યવાહી કરેલ નથી. રૂબરૂ અરજ અહેવાલ કરવા છતાં ન્યાય આપતા નથી. જવાબદાર જવાબ આપે કે  જે તે બંધારણને બાજુમાં રાખનારૂ હોય છે ત્યારે સવાલ એ થાય કે શાસન કોનુ ? જરૂર પડયે મહેમાન સાચવવા તેની સગવડ સાચવવા માટે પણ સત્ય હોવા છતા મૌન રહેવું પડે છે. પગલા લઇ શકાતા નથી. આ વિવાદ મારગનો ઉપયોગ કરતા કે કરવા માંગતા નાગરીકોએ આ સાર્વજનીક ટુંકા મારગનો ઉપયોગ કરતા કે કરવા માંગતા નાગરીકોએ આસાર્વજનીક ટુંક મારગનો ઉપયોગ કરવા માટે જતો કરવો જોઇએ. વહીવટી તંત્રની નબળાઇ અપરોક્ષ બહાર આવે છે.

વર્તમાન સ્થિતિએ સરકારે તાજેતરમાં ગુજરાત લેન્ડ ગ્રેબલીંગ એકટનો કાયદો અમલમાં મુકેલ છે. તે કાયદાની પણ સીધે સીધી  થઇ શકે તેમ હોય જીલ્લા પ્રશાસન અધિકારી પોતાની ફરજની અને જવાબદારીની રૂએ નિષ્ઠાપુર્વક ફરજ બજાવવી અમલવારી કરી દાખલો બેસાડવો જોઇએ.

આર.ટી.આઇ. એકટીવીસ્ટ  અનિલભાઇ રાણીંગાએ એક વિશેષ પત્ર શ્રી સરકાર યાને જીલ્લા પ્રશાસનને લખી માંગણી કરી છે કે જે રીતે સરકારી પ્રશાસને નિયમ-બંધારણને નેવે મુકી અને જયુબેલી વોટર સપ્લાયર્સ કોઠાથી રાજવાડી, ભારત મંદિર, તારામંડળ યાને પ્લુનોટીરીયમ જાહેર જનતાના હક્કનો આવક જાવક રાજમારગ  પ્રતિબંધીત મર્યાદીત હુકમથી ગુરૂકુળ મહિલા કોલેજના અભ્યાસ કરતી બાળાઓને ખલેલ પહોંચે નહી તે માટે અવરજવર મર્યાદીત છુટ આપી ભારે વાહનો માટે પ્રતિબંધ ફરમાવેલ છે. સ્વતંત્ર માલીકી ધોરણે હક્ક આપેલ નહી.

આર.ટી.આઇ. એકવીસ્ટ અનિલભાઇએ જણાવેલ કે,  પોરબંદર શહેરના રાજમારગો, માણેક ચોક, કીર્તીમંદિરથી સંપુર્ણ એમ.જી.રોડ, પાછળ સરદાર વલ્લભભાઇ પટેલ રોડ, આડ રસ્તાઓનું રાત્રીના ૯.૦૦ નવ વાગ્યા બાદ કેટલાક ધંધાર્થીને વ્યાજબી ટોલ ભાડુ સરકારશ્રી રેવન્યુ આવક થાય તે રીતે પોતાને ભાડા પટ્ટે રાત્રીના ૯.૦૦ નવથી સવારના સુર્યોદય સુધી યાને સવાપહોર દિવસ ચડે ત્યાં સુધી ભાડા પટ્ટા-લીઝથી આપવા અલગ માંગણી લેખીતમાં કરી છે. સ્થાનીક પ્રશાસન આ સામે મૌન રહેલ છે. પરોક્ષ-અપરોક્ષ જાણકારી છતા અશકિતમાન રહેલ છે?.

(12:42 pm IST)