Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

પોરબંદરમાં પોલ્ટ્રી ફાર્મરોના પ્રશ્ને કલેકટરને આવેદન

પોરબંદર : પોલ્ટ્રી ફાર્મરોએ સોયાના વધતા ભાવને ધ્યાનમાં લઇને દરેક જીલ્લાના કલેકટરને પોલ્ટ્રીમાં  સોયાના ભાવ જે પોલ્ટ્રી ફીડ માટે નુકસાન કારણ હોઇ તે માટે સોયા ઇમ્પોર્ટ પરમીશન તેમજ પોલ્ટ્રી ફાર્મિંગમાં પડતી મુશ્કેલીઓનું નિરાકરણ અને સજેશન આપતુ આવેદન પત્ર આપવામાં આવેલ તે સમયે પોલ્ટ્રી ફાર્મિંગ એસોસીએશનના પ્રમુખ સીદદીકભાઇ સાટી, શફીભાઇ કારાતેરા, અશરફભાઇ પટેલ, પરેશભાઇ જુંગી, બાબુભાઇ શેખ, અહેમદભાઇ રાવડા, કરીમભાઇ બાબર, સમદભાઇ ઓડેદરા હાજર રહેલ. પોરબંદર કલેકટરને રૂબરૂ આવેદન પત્ર આપવા ગયેલ  એસો.ના પ્રમુખ સહિત હોદેદારો નજરે પડે છે.

(12:40 pm IST)