Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

જસદણ રાત્રે કોરોના રસીકરણ જીલ્લા કલેકટર 'ઘર ઘર દસ્તક' અંતર્ગત વેકસીન અભિયાનમાં જોડાયા

જસદણ-આટકોટ : જસદણ મુકામે વેકિસનેશનની કામગીરી વધારવા તેમજ દિવસના કામ ધંધો કરવા જતા લોકો માટે રાત્રે ઘરે ઘરે જઈ અને વેકિસનેશન આપવા માટે ગુજરાત સરકાર દ્વારા હર ઘર દસ્તક કાર્યક્રમ અંતર્ગત આજરોજ જસદણ શહેરના ગોકુલ ચોક વિસ્તારમા રાજકોટ જિલ્લા કલેકટર તેમજ રાજકોટ જિલ્લા ડીડીઓ અને જસદણના પ્રાંત અધિકારી મામલતદાર ચીફ ઓફિસર સાહેબ તેમજ વેકિસનેશનના ઇન્ચાર્જ પંકજભાઈ ચાવ નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રૂપારેલીયા નગર પાલિકા સદસ્ય બસીર ભાઈ પરમાર તેમજ જસદણ આરોગ્યની ટીમ બ્લોક હેલ્થ અધિકારી જસદણ પોલીસ ડિપાર્ટમેન્ટ ની ટીમ દ્વારા ઘરે ઘરે જાય લોકોને વેકિસન લેવા પ્રેરણા આપી અને કોરોનાની મહામારીમાં આ વિસ્તાર ના લોકો સુરક્ષિત રહે તે હેતુથી ખુદ જિલ્લાના સમાહર્તા રાજકોટ કલેકટર તેમજ રાજકોટ ડીડિયો પોતે પણ ઘરે ઘરે ગયા અને લોકોને આ બાબતે ખુબજ પ્રેમભાવથી સમજાવ્યા અને વેકિસન લેવડાવી હતી. (તસ્વીર-અહેવાલ : કરશન બામટા (આટકોટ), હુસામુદ્દીન કપાસી-જસદણ)

(11:58 am IST)