Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

ખાનગીકરણ સામેની હડતાળમાં મોરબી જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેંકો જોડાશે.

આગામી તા.૧૬ અને ૧૭ ના રોજ ૫૦ વધુ શાખાના કર્મચારીઓ હડતાલમાં જોડાવવાના હોવાથી બે દિવસમાં કરોડોના કિલિયરિંગ ઠપ્પ થશે

મોરબી : આગામી 1૧૬-૧૭ ડિસેમ્બરે બૅંકના ખાનગીકરણના વિરોધમાં અપાયેલા રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલના એલાનમાં મોરબી જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેંકો જોડાશે.રાષ્ટ્રીયકૃત બેંકોની ૫૦ વધુ શાખાના કર્મચારીઓ હડતાલમાં જોડાવવાના હોવાથી બે દિવસમાં કરોડોના કિલિયરિંગ ઠપ્પ થશે.

બેંકોના ખાનગીકરણના વિરોધમાં આગામી તા.૧૬-૧૭ ડિસેમ્બર એમ લગાતાર બે દિવસથી રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. આ રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલમાં દેશભરની રાષ્ટ્રીયકૃત બૅંકના કર્મચારીઓ જોડાવવાના છે. આથી આ રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલમાં રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ પણ જોડાશે. જેમાં મોરબી જિલ્લામાં આવેલી ૫૦થી વધુ શાખાના કર્મીઓ જોડાઈને વિરોધ પ્રદર્શિત કરશે. આ બે દિવસની બૅંક હડતાલથી બૅંકના કરોડોના નાણાકીય વ્યવહાર ઠપ્પ થઈ જશે.

(11:40 am IST)