Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

મોરબીના સિરામિક ઉદ્યોગની સ્થિતિને ધ્યાને લઈને સરકારે પડખે ઉભું રહેવું જોઈએ.

ગેસ કંપનીની મનમાનીથી ઉદ્યોગ પરેશાન ગ્રાહક સુરક્ષા મંડળની ઉચ્ચકક્ષાએ રજૂઆત.

મોરબી સિરામિક ઉધોગની સ્થિતિ હાલકડોલક છે અને ગેસ કંપનીની મનમાનીથી ઉદ્યોગપતિઓ નારાજ છે ત્યારે સરકારે આવી કપરી સ્થિતિમાં ઉદ્યોગની પડખે ઉભું રહેવું જોઈએ તેમ જણાવીને ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે
મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતાએ રજૂઆત કરી જણાવ્યું છે કે ગેસ કંપનીની મનમાનીથી ઉધોગ નારાજ છે ગુજરાતમાં અન્ય સ્થળે ગેસન ભાવ સાડા દશ રૂ છે જે મોરબીમાં પંચાવન રૂપિયામાં મળે તેવું જાણવા મળ્યું છે ઉદ્યોગોને એગ્રીમેન્ટ પૂરો થઇ ગયો હોય તેઓ પણ બીજેથી ગેસ લઇ સકતા નથી જેથી વડાપ્રધાન મોદી આ મામલે એક કમિટી બનાવી તપાસ કરાવે તેવી માંગ કરી છે.

(11:28 am IST)