Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

વાંકાનેરના ખેરવામાં ગ્રામ પંચાયત સમરસઃ મહિલાઓ ગામનો વહીવટ ચલાવશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. ૯ :. વાંકાનેર તાલુકાના ૮૪ ગ્રામ્‍ય પંચાયતની ચૂંટણીમાં ૧૬ જેટલી પંચાયતો બિનહરીફ એટલે કે સમરસ બાકીની પાંચ પંચાયતો સરપંચ બિનહરીફ થયા છે. ૪૩ પંચાયતોમાં કુલ ૨૪ પંચાયતોમાં ૬૩ સભ્‍યો ચૂંટણી લડે છે. જ્‍યારે ૨૫ પંચાયતો કુલ ૮૩ ઉમેદવારો પોતાના ગામમાં ચૂંડણી લડે છે. તાલુકામાં ભાજપની પંચાયતો વધુ બિનહરીફ થઈ છે, ત્‍યારે વાંકાનેર તાલુકાના છેવાડાના ગામ ખેરવામાં આખી પંચાયત સમરસ એટલે સરપંચ સહિતની તમામ મહિલાઓ પંચાયતનો વહીવટ ચલાવે છે. જેમાં સરપંચ કંચનબેન ધીરજલાલ પાટલીયા સભ્‍ય પદે (૧) ધરમબા મયુરસિંહ ઝાલા, (૨) રોશનબેન સુમારભાઈ, (૩) ગીતાબા બાધાલાલસિંહ ઝાલા (૪) મંચ્‍છાબા નરેન્‍દ્રસિંહ ઝાલા (૫) મરીયમબેન હુસેનભાઈ બાટી (૬) કંચનબેન વિજયભાઈ ચાવડા (૭) મણીબેન સવાભાઈ મુંધવા (૮) સવિતાબેન ગોરધનભાઈ અમેલીયા સાથે મહિલાઓ દ્વારા ખેરવા પંચાયત પાંચ વર્ષ વહીવટ ચલાવશે. ગઈ પાંચ વર્ષની બોડીમાં પણ મહિલાઓની ટીમે સમરસ વહીવટ ચલાવ્‍યો હતો.

 

(11:28 am IST)