Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

ઉપલેટા : ચેકરિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા અને વળતર ચુકવવા હુકમ

રાજકોટ તા. ૮ : ઉપલેટા કોર્ટમાં ચેક રીર્ટનના કેસમાં આરોપીને ૧ વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ રૂા.૧,૨૦,૦૦૦ ફરીયાદીને વળતર પેટે ચુકવવા આદેશ કરવામાં આવ્‍યો હતો. જો આરોપી ચેકની રકમ ચુકવે નહી તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે.
ઉપલેટા ના એડવોકેટ જે.ડી. ચંદુવાડીયાએ કેસની હકીકત જણાવેલ છે કે ઉપલેટાના રહીશ સાગર નાથાભાઈ ચંદુવાડીયાએ તેના મીત્ર ઉપલેટાના રહીશ તથા ઉપલેટા મામલતદાર કચેરીમાં રોજમદારીથી કામ કરતા ખોડીદાસ લક્ષ્મણદાસ બારીયા ને વર્ષ-૨૦૨૦માં રૂા.૧,૨૦,૦૦૦ હાથ ઉછીના આપેલ હોય જે રકમ ચુકવવા માટે ખોડીદાસ લક્ષ્મણદાસ બારીયા એ બેન્‍ક ઓફ ઈન્‍ડીયાના ત્રણ ચેકો લખી આપેલ હોય જે ચેકો ફરીયાદીએ વટાવવા માટે રજુ કરતા જે ચેક ફંડ ઈન-સફીયન્‍ટના શેરા સાથે પરત ફરતા, ફરીયાદીએ ઉપલેટાના એડવોકેટ જે.ડી. ચંદુવાડીયા મારફત ઉપલેટાની કોર્ટેમાં નેગોશીયેબલ ઈન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટ ની કલમ-૧૩૮ મુજબ ફરીયાદ દાખલ કરતા જે કેસ ઉપલેટાના જયુ.મેજીશ્રી એસ.એસ.અજમેરીની કોર્ટમાં ચાલી જતા,જયુ.મેજી. એસ.એસ.અજમેરીએ માત્ર ૫ માસના ટુંકા સમય ગાળામાં કેસ ચલાવી તથા ફરીયાદીના એડવોકેટ જે.ડી. ચંદુવાડીયા એ ફરીયાદના સમર્થનમાં રજુ રાખેલ પુરાવા તથા સુપ્રીમ કોર્ટે તથા હાઈકોર્ટેના ચુકાદાઓને કોર્ટે માન્‍ય રાખી, આરોપીને ૧ વર્ષની સાદી કેદની સજા તથા ચેક ની ૨કમ નુ વળતર ચુકવવા હુકમ કરેલ છે તથા જો આરોપી ચેક ની રકમ ચુકવે નહી તો વધારાની ૩ માસની સજાનો ન્‍યાયીક હુકમ ફરમાવેલ છે.

 

(11:27 am IST)