Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

ટંકારાના ભુતકોટડા ગામે સરપંચ માટે ઉમેદવાર ન મળતા હવે સભ્યો માટે મતદાન.

એક ગામમાં સમરસ માટેની મિટીંગમાં સર્વાનુમતે સરપંચ સભ્યો નક્કી કરી જાહેર કરે એ પહેલાં એક જુથે રાતોરાત પેનલ ઉતારી દેતા દેકારો બોલી ગયો.

ટંકારા તાલુકાના ૪૨ ગામડામાં પંચાયત ચૂંટણીમાં ૧૦ સંપુર્ણ અને ૧૦ અંશત: મળી કુલ ૨૦ ગામડા સમરસ જાહેર હવે ૨૨ ગામડામાં ચુંટણી જંગ જામશે
ગામ પંચાયતની ચૂંટણીમાં ટંકારા તાલુકાના ૪૨ ગામ પંચાયતમાથી સરપંચ માટે ૯૮ ઉમેદવારો નોંધાયા હતા જેમાં ચકાસણી વખતે ૧ ફોમ રદ થયુ હતું અને ૩૧ ઉમેદવારે ગઈકાલે સરપંચના ફોર્મ પરત ખેંચી લીધા હતા તો ૨૦ ગામોના સરપંચ અને સભ્યો સામે એક પણ ફોર્મ નહિ આવતા એ ગામડાઓ સમરસ જાહેર થયા હતા
ત્યારે બાકી રહેલ ૨૨ ગામ પંચાયતના સરપંચ માટે ૪૬ મુરતિયા મેદાનમાં છે અને સભ્યો માટે ૨૪૮ હરીફો ચુંટણી લડી રહ્યાં છે. આજે નિશાનોની  ફારવણી થશે અને મતદારોને રીઝવવા પ્રચાર વેગવંતો જોવા મળશે.

(11:25 am IST)