Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

મોરબીમાં ગોંડલના મહેશ સોલંકીની હત્‍યા કરનાર બે ને રૂરલ એલસીબીએ ઝડપી લીધા

હિસ્‍ટ્રીશીટર પ્રકાશ ઉર્ફે પકો તથા સગીરને ગોંડલમાંથી દબોચી લેવાયાઃ પ્રકાશ દારૂ-ચોરી ૧પ ગુન્‍હામાં પકડાઇ ચૂકયો છે.

રાજકોટ તા. ૯: મોરબીમાં મુળ ગોંડલના યુ઼વાનની હત્‍યા કરનાર ગોંડલના હિસ્‍ટ્રીશીટર તથા સગીરને રૂરલ ક્રાઇમ બ્રાંચે ગણત્રીના કલાકોમાં જ દબોચી લીધા હતા.
મોરબી નવલખી રોડ ધકકાની મેલડીમાંના મંદિર પાસે રહેતા મહેશ અશોક સોલંકી દે.પુ. રહે. મુળ ગોંડલ સૈનિક સોસાયટી વાળા ને મારામારીમાં ઇજા કરેલનો બનાવ બનેલ હોય જે અન્‍વયે મોરબી એ-ડીવીઝન પો. સ્‍ટે. ગુ.ર.નં. ૧૧૧૮૯૦૦૩ર૧ર૪૦૧/ર૦ર૧ આઇપીસી કલમ ૩ર૪, ૩ર૩ વી મુજબ ગુન્‍હો જાહેર થયેલ જે દરમ્‍યાન ગઇકાલે ઇજા પામનાર મહેશ અશોક સોલંકી દે.પુ. રહે. મુળ ગોંડલ સૈનિક સોસાયટી વાળા સારવાર દરમ્‍યાન મરણ ગયેલ હોય જેથી બનાવ ખુનના ગુન્‍હામાં પલટાયેલ હોય જે અનુસંધાને રાજકોટ રેન્‍જના પોલીસ મહાનીરીક્ષક સંદિપસિંહ તથા રાજકોટ પોલીસ અધિક્ષક બલરામ મીણા એ સદરહું ગુન્‍હો આરોપીઓને સત્‍વરે પકડવા માટે સુચનાઓ તથા માર્ગદર્શન આપતા રૂરલ ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્‍સ. એ. આર. ગોહિલ તથા પો.સબ. ઇન્‍સ. એસ. જે. રાણાની રાહબરી હેઠળ એલ.સી.બી. સ્‍ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન એલ.સી.બી. શાખાના સ્‍ટાફના પો. હેડ કોન્‍સ. મહિપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી, પો. કોન્‍સ. પ્રહલાદસિંહ રાઠોડ તથા રૂપકભાઇ બોહરા મળેલ સંયુકત હકીકતના આધારે ઉપરોકત ગુન્‍હાના આરોપી (૧) પ્રકાશ ઉર્ફે પકો બાવો પરશુરામભાઇ ઉર્ફે સીતારામભાઇ ગૌસ્‍વામી ઉ.વ. ૩૪ રહે. ગોંડલ તાલુકાશાળાના પટ્ટમાં તથા (ર) કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કીશોરને ગોંડલ ગોમટા ચોકડીએથી દબોચી લેવાયા હતા.
 બન્‍ને આરોપીઓ રાજકોટ શહેરમાં એ-ડીવીઝન પો. સ્‍ટે.ના ગ્રીનલેન્‍ડ ચોકડીએ થયેલ મારામારીના ગુન્‍હામાં પણ નાસતા ફરતા છે. તેમજ પકડાયેલ પ્રકાશ ગોંડલ તથા અમદાવાદના દારૂ અને ચોરીના ૧પ ગુન્‍હાઓમાં પકડાઇ ચુકેલ છે.

 

(11:24 am IST)