Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

માળીયા મિયાણામાં રહેણાંક મકાનમાંથી બિયરના ૨૬૪ ટીન સાથે આરોપી ઝડપાયો.

માળીયા મિયાણા પોલીસ ટીમે રહેણાંક મકાનમાં દરોડો પાડી કિંગ ફિશર બિયરના ૨૬૪ ટીન સાથે એક આરોપીને ઝડપી લીધો હતો.
માળીયા પોલીસ ટીમે બાતમીને આધારે માળીયા શહેરના માતમચોક ખોડવાસ પાસે રહેતા સીદીકભાઇ જીવાભાઇ મોવરના રહેણાંકમાં દરોડો પાડી કિંગ ફિશર કંપનીના ૨૬૪ ટીન કિંમત રૂપિયા ૨૬,૪૦૦ જપ્ત કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
દરોડાની આ સફળ કામગીરી માળીયા પોલીસ સબ ઇન્સ્પેકટર એન.એચ.ચુડાસમા, પો.હેડ.કોન્સ. ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, પો.કોન્સ. સંજયભાઇ રાઠોડ તથા મહેન્દ્રસિંહ ચુડાસમાએ કરી હતી.

(11:16 am IST)