Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

મોરબીની લાયન્સનગર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડનું વિતરણ.

અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીનીઓને માસિક ધર્મ અંગે સમજ અપાઈ

 મોરબીના અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા લાયન્સનગર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડ આપી માસિક ધર્મ વિશે માહિતી આપવામાં આવી હતી.
મોરબીના અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા લાયન્સનગર પ્રાથમિક શાળામાં ધોરણ ૬, ૭ અને ૮માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને કિશોરી તાલીમ આપી હતી. જેથી, વિદ્યાર્થીનીઓને પોતાના શરીરમાં આવતા બદલાવની જાણ થાય અને ગભરાયા વગર મનોબળ મજબૂત રાખી અભ્યાસમાં પૂરતું ધ્યાન આપી શકે. તેમજ માસિક ધર્મ વિશે પણ માહિતી આપી હતી. અને વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું

(11:02 am IST)