Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

ઉનાના નાલીયા માંડવીમાં જૂના મનદુઃખથી પાઈપ-લાકડી વડે હુમલોઃ ૨ મહિલાઓને ગંભીર ઈજા

(નવીન જોષી દ્વારા) ઉના, તા. ૯ :. તાલુકાનાં નાલીયા માંડવી ગામે જૂના મનદુઃખને કારણે બે પાડોશી વચ્‍ચે ઝગડો થતા લોખંડનો પાઈપ, લાકડી વતી ૩ શખ્‍સોએ હુમલો કરતા બે મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી.
ઉના તાલુકાના નાલીયા માંડવી ગામે સરતારશા બાપુની જગ્‍યાની બાજુમાં રહેતા ફરીદાબેન અદ્રેસનભાઈ કાળુભાઈ સુમરા (ઉ.વ. ૪૫)ના પાડોશી જાવીદ ઉર્ફે જોન હબીબભાઈ શેખ, સલમાન હબીબભાઈ શેખ, હુસેનભાઈ હબીબભાઈ શેખ રે. નાલીયા માંડવીવાળા ઝગડો કરતા હોય અવાજ આવતા ફરીદાબેન પાડોશમાં જોવા જતા આરોપીઓ ઉશ્‍કેરાઈ જઈ પ્રથમ ગાળો આપી, ઢીકાપાટુનો માર મારી, લોખંડના પાઈપ વડે ડાબા હાથમાં મારી ફ્રેકચર કરી લાકડી વતી માર મારી ડાબા પગની આંગળીમાં ઈજા કરી બચાવવા પડેલ રજીયાબેન પગમાં ઈજા કરી ગંભીર ઈજા કરતા ઉના દવાખાને સારવાર માટે ખસેડતા ઉના પોલીસમાં ૩ આરોપી સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તુરંત ૩ આરોપીને પકડી પાડી વધુ તપાસ શરૂ કરી છે.

 

(10:59 am IST)