Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

વઢવાણઃ પોલીસની પ્રેરક માનવતા

 વઢવાણઃ  થાનગઢની અંદર બાય રોડ ઉપર આંબા વન પાસે અજાણી પાંચ છોકરી દ્વારા ગાડીવાળાને મોટર સાયકલ વાળાને ઉભા રાખીને અમે નિરાધાર છીએ એમ કરીને ઉદ્યરાણુ કરવામાં આવતું હોવાની થાનગઢ પોલીસ સ્‍ટેશનમાં પીઆઇ એ.એન.ધોરીને જાણ થઇ હતી.આથી ઘટનાસ્‍થળે પોલીસને મોકલવામાં આવી પૂછપરછ કરતા છોકરીએ જણાવ્‍યું કે  રાજસ્‍થાનના છીએ ઘણા સમયથી ગુજરાતમાં અમદાવાદમાં રહીએ છીએ અમે લોકો બારોટ છીએ એટલે અમે માંગીએ છીએ. પોલીસે પણ થાનગઢ પોલીસ દ્વારા આકરી પૂછપરછ કરતાં છોકરીએ જણાવ્‍યું કે અત્‍યારે જ રાજકોટ પરત થઈ જઈએ છીએ આથી પોલીસે માનવતા દાખવીને રીક્ષા બાંધીને ઘેર રવાના કરી દેવામા આવી હતી. તે તસ્‍વીર.

 

(10:24 am IST)