Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળી માટે વાહનોની પાંચ કિમી લાંબી કતાર

 ગોંડલ : માર્કેટ યાર્ડમાં મગફળીની વ્યાપક આવક હોય મગફળી ભરેલા વાહનોની અંદાજે પાંચ કિમી લાંબી કતારો જામી છે. યાર્ડના સુત્રોના જણાવ્યા મુજબ રાત્રીના આઠ વાગ્યા સુધીમાં વાહન પ્રવેશના એક હજાર ટોકન અપાયા છે. રાત્રીના અગીયાર વાગ્યા સુધી ટોકન અપાશે. મગફળીની કેટલી આવક થશે એ બાદમાં ખબર પડશે. (અહેવાલઃ જીતેન્દ્ર આચાર્ય, તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(10:13 am IST)