Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

બગસરાના લૂંધીયાની સીમમાં ફરી માનવભક્ષી દીપડો દેખાયો : ડ્રોન કેમરાથી વનવિભાગ દ્વારા શોધખોળ શરૂ

વન કર્મીઓએ ફૂટ માર્ક નિહાળ્યા :લોકોના ટોળેટોળા સમી સાંજે અગાસીઓ પર ઉમટ્યા

 

અમરેલીમાં માનવભક્ષી દીપડાને પકડવામાં તંત્ર એલર્ટ બન્યું છે . તંત્ર દ્વારા દીપડાને પકડવા માટે સતત ત્રણ દિવસથી ઓપરેશન ચાલી રહ્યું છે. લૂંધીયાની સીમમાં માનવભક્ષી દીપડો ફરી જોવા મળ્યો છે. રસ્તામાં દીપડાના ફૂટમાર્ક દેખાવા છતાં વન કર્મીઓએ ફૂટ માર્ક નિહાળીને ચાલતી પકડી હતી. સમીસાંજે દીપડાએ દેખા દેતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે

દીપડાને પકડવા કામગીરી હાથ ધરવામાં આવી છે. બગસરાના લૂંઘીયામાં વનતંત્ર સક્રિય થયું છે. ડ્રોન કેમરાથી વનવિભાગ દીપડાની શોધખોળ કરી રહ્યું છે. લોકોના ટોળેટોળા હાલ સમીસાંજે અગાસીઓ પર ઉમટ્યા હતાં. વનતંત્ર દોડતા દીપડો પકડાવાવની આશાઓ બંધાઇ છે.

(11:52 pm IST)