Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

દીપડાના ડરે બારી-બારણા બંધ કરીને ભયના ઓથાર તળે અભ્યાસ કરવા મજબુર લુંઘીયાના માસુમ બાળકો

રિસેસ દરમિયાન પણ વિદ્યાર્થીઓને પળવાર માટે એકલા મુક્તા નથી

બગસરા પંથકમાં લુંઘીયા ગામમાં શાળા બહારથી જોતા બંધ લાગે. પરંતુ બારી દરવાજા બંધ કરીને અંદર ભયના ઓથાર તળે ભણતર લઇ રહ્યા છે. વિદ્યાર્થીઓ આ શાળામાં કુલ 222 બાળકો છે. પરંતુ દરેકના મનમાં એક જ ડર છે ગમે ત્યારે દીપડો આવી ચડશે  શાળાના બાળકોના વાલીઓ તેમના વ્હાલસોયાની રક્ષા માટે સ્કુલની બહાર બેસી રહે છે.

   લુંઘીયાની આ શાળામાં અભ્યાસ કરતા બાળકોએ આ ગામમાં જ દીપડાને નજરે જોયો છે. અને તેથી જ આ વિદ્યાર્થીઓના ચહેરા પર દીપડાનો ભય સ્પષ્ટપણે જોવા મળે છે. લુંઘીયાની શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષકો અને આચાર્ય પણ તેમના સંતાનસમા વિદ્યાર્થીઓથી ચિંતીત છે જેથી તેઓ રિસેસ દરમિયાન પણ વિદ્યાર્થીઓને પળવાર માટે એકલા મુક્તા નથી

  લુંઘિયા ગામે સીસીટીવીમાં તો દીપડો દેખાય જ હતો. સાથોસાથ અહીંના વિદ્યાર્થીઓ પણ દીપડાને નજરે જોયો છે. ત્યાં સુધી કે અહીંના એક ઘરમાં ઘુસીને દિપડાએ મહિલા પર હુમલો પણ કર્યો હતો. ત્યારે વનવિભાગ હાલમાં દીપડાને પકડવા ઉંધે માથે થયું છે ત્યારે તેમના માટે લુંઘિયામાં લોહી ચાખી ગયેલો દીપડો પકડવો પડકારજનક છે.

(9:50 pm IST)