Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

ગોધરા ના કણપુર ગામના ચાર યુવકો લાપતા : શનિવારે વીરપુર આવ્યા બાદ રવિવાર સવારથી સંપર્ક ન થતાં પોલીસ ફરિયાદ

વિનુ જોશી દ્વારા જુનાગઢ :::ગોધરા ના કણપુર ગામના ચાર યુવકો લાપતા થતા દોડધામ મચી ગઇ છે શનિવારે વીરપુર આવ્યા બાદ રવિવાર સવારથી સંપર્ક ન થતાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે

       પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા ના કણપુર ગામે રહેતા પિનાકિન પટેલ , મૌલિન પટેલ , મોહિત પટેલ , જીગર પટેલ સહિતના શનિવારે વીરપુર દર્શનાર્થે ઈકો ગાડી નંબર gj17 બીએચ 60 29 લઈને આવ્યા હતા ત્યારબાદ રવિવાર સવારથી તેઓનો સંપર્ક ન થતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે

            તેઓનો છેલ્લે મોબાઈલથી સંપર્ક જૂનાગઢ મેંદરડા હાઇવે ઉપર થયો હતો ત્યારબાદ સંપર્ક ન થતા પરિવારમાં ચિંતા પ્રસરી ગઇ છે

          આ યુવકો અંગે કોઈને માહિતી મળે તો આ મોબાઈલ નંબર 81 40 76 14 44 , 75 67 893304, 74 34 85 77 59 અથવા મોબાઈલ નંબર 99 7 990 78 42 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે

(8:26 pm IST)