Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

મોરબીમાં યુવતીને બ્લેકમેલ કરીને ૧૦ લાખની ખંડણી માંગનાર ત્રણ ઝડપાયા; એક દિવસના રિમાન્ડ મંજુર

બીભત્સ ફોટો વાયરલ કરવાની ધમકી આપી માંગ્યા હતા ૧૦ લાખ

મોરબીમાં યુવતીના બીભત્સ ફોટો વાયરલ કરવાની ધમકી આપી ૧૦ લાખની ખંડણી માંગવામાં આવી હોય જે મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે ત્રણ આરોપીને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરતા કોર્ટે એક દિવસના પોલીસ રિમાન્ડ પર સોપવાનો આદેશ કર્યો છે

  ચકચારી બનાવની મળતી માહિતી મુજબ મોરબીના એક પિતાને વ્હોટસ અપ પર તેની દીકરીના બીભત્સ ફોટો અજાણ્યા નંબરમાંથી મોકલ્યા હતા અને બાદમાં વોટ્સઅપ કોલ મારફત અજાણ્યા ઇસમેં ૧૦ લાખની માંગણી કરી હતી અને રૂપિયા ના આપે તો દીકરીના બીભત્સ ફોટો સોશ્યલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી જેનાથી ડરી ગયેલા પરિવારે નામ ગુપ્ત રાખવાની વિનંતી સાથે પોલીસને જાણ કરી હતી અને પોલીસે પણ યુવતી કે તેના પરિવારનું નામ જાહેર ના થાય તેની તકેદારી સેવીને નરાધમોને ઝડપી લેવા તપાસ આદરી હતી અને ધમકી આપી ખંડણી માંગનાર આરોપી મિતેન ઉર્ફે પ્રેમ અરુણભાઈ આશર (ઉ.વ.૨૨), શહેઝાદ કાળું પરમાર (ઉ.વ.૨૨) અને શાહરૂખ જબ્બાર ભટ્ટી (ઉ.વ.૨૧) એમ ત્રણ શખ્શોને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી હતી અને ઝડપાયેલ આરોપીને રીમાન્ડની માંગણી સાથે રજુ કરતા એક દિવસના પોલીસ રિમાન્ડ પર સોપવામાં આવ્યા છે મોરબીમાં વધુ એક બ્લેકમેઈલીંગનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી છે જોકે ભોગ બનનાર યુવતી અને તેના પરિવારે પોલીસની મદદ લેતા બદનામીથી બચી ગયા છે અને નરાધમોને પોલીસે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

(8:23 pm IST)