Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

ખંભાળીયા : તબીબે પડકારજનક ઓપરેશન પાર પાડયું

ખંભાળીયા, તા. ૯ : જામનગર શહેરમાં આવેલ સર્મપણ હોસ્‍પિટલ ઓથોપેડીક વિભાગમાં સેવા આપતા ડો. શ્રી સમીર આસર ઓર્થો સર્જન તરીકે સેવા આપે છે.

જેમની પાસે રાવલથી દર્દી વંસતાબેન વૃન્‍દાવન કોટેચા ઉ.વ.૮૬ જે વયોવૃદ્ધ દર્દીને રીફર કરવામાં આવેલ.

દર્દીને ડાયાબીટીસ, નબળાઇ જેવા કારણો સાથે પડકારજનક ગોળાનું ઓપરેશન ડો. મસીર આસના નેજા હેઠળ કરવામાં આવ્‍યું જે તેમણે સફળતાપૂર્વક કરી ઉમદા ઉદાહરણ આપેલ છે. ડોકટરની ભૂમિકા ભજવતા કોટેચા પરિવારમાં હર્ષ તેમજ લાગણી વિભોર થઇ ગયેલ તેમજ આભાર વ્‍યકત કરેલ.

યુવાન ડોકટર શ્રી સમીર આસર નું એવુ માનવું છે કે હું દર્દીની ઉમર નહીં દર્દીની તકલીફો દૂર કરવા માટે પ્રભુએ મને ડોકટર બનાવેલ છે. ગીતાનો સંદેશ સાથે રાખી પડકારજનક ઓપરેશન કરતો રહીશ.

(2:25 pm IST)
  • લોકસભામાં નાગરીક સંશોધન બીલ રજૂ કરવામાં આવ્‍યુ : લોકસભામાં ભારે હોબાળો જોવા મળ્‍યો : લોકસભામાં કોંગ્રેસના લીડર અધીરરંજન ચૌધરીની માફીની માંગ કરતી બીજેપી : વિપક્ષે લોકસભામાં ભારે ધમાલ મચાવી : શાહે કહ્યું અમે કોઈ અલ્‍પસંખ્‍યક વિરૂદ્ધ નથી : બીલ અંગે દરેક સવાલના જવાબ આપવા કેન્‍દ્ર સરકાર તૈયાર : વિપક્ષનો કેન્‍દ્ર સરકાર ઉપર આરોપ : સરકાર મુસ્‍લિમોને નિશાન બનાવી રહી છે : લોકસભામાં કોંગ્રેસે નાગરીકતા સંશોધન બીલનો ભારે વિરોધ કર્યો access_time 12:57 pm IST

  • યુપીમાં અનોખા લગ્નવિચ્છેદ : મુખ્યમંત્રી વિવાહ યોજનામાં થયા હતા નિકાહ : વિદાય માટે ધામધૂમપૂર્વ જાન લાવવા મામલે કન્યાપક્ષ ઉશ્કેરાયો : બંને પક્ષ વચ્ચે મારામારી : કન્યાપક્ષે લગ્ન તોડી નાખ્યા : ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લાની ઘટના : કન્યાપક્ષે વિદાય માટે ધામધૂમથી જાન લઇ આવવા કર્યો આગ્રહ : વરપક્ષે કહ્યું કે એકવાર મુખ્યમંત્રી વિવાહ યોજનામાં લગ્ન થઇ ગયા હવે વિદાય માટે બીજીવાર ધામધૂમપૂર્વક જાન લઈને કેમ આવીએ : બંને પક્ષે સહમતી નહીં બનતા લગ્ન તોડી નાખ્યા access_time 12:42 am IST

  • ૧૫માંથી ૧૨ બેઠક ઉપર ભાજપની વિજય પતાકા : કોંગ્રેસ પરાજય સ્‍વીકાર્યોઃ કહ્યુ લોકોએ પક્ષ પલ્‍ટો કરનારાને સ્‍વીકારી લીધા છે access_time 1:35 pm IST