Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

જામનગર વોર્ડ નં.૧માં મંત્રી હકુભા જાડેજાના લોકસંવાદ અને સ્‍નેહમિલન કાર્યક્રમ યોજાયોઃ કાગળની બેગોનું વિતરણ

જામનગર તા.૯: ધારાસભ્‍ય અને રાજયકક્ષાના મંત્રી ધર્મેન્‍દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા) દ્વારા સતત સાતમાં વર્ષે લોકસંવાદ અને નુતનવર્ષના સ્‍નેહમિલન કાર્યક્રમનો પ્રારંભ વોર્ડ નં.૧થી કર્યો હતો. વોર્ડ નં.૧માં આવેલા રામ મંદિર, ધરારનગર-૧ ખાતે લોકસંવાદ કાર્યક્રમને મેયર હસમુખભાઇ જેઠવા, પુર્વ મેયર ધર્મેન્‍દ્રસિંહ ઝાલા તથા આ વિસ્‍તારના કોર્પોરેટરો ઉમરભાઇ ચમડીયા તથા હુશેનાબેન અનવરભાઇ સંઘાર સાથે ભાજપના વોર્ડ નં.૧ના પ્રમુખ અકબરભાઇ કકલ દ્વારા કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. ત્‍યારે રાજયકક્ષાના મંત્રીએ વોર્ડ નં.૧ના હાજર રહેલા જાગૃત નગરજનોને નુતનવર્ષના નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને આ સાથે વોર્ડ નં.૧ના લોકોની વચ્‍ચે જઇ તેમના વોર્ડમાં ધારાસભ્‍ય તરીકેની ગ્રાન્‍ટમાંથી થયેલા વિક્‍સાના કામોની માહીતી રાજયકક્ષાના મંત્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજા (હકુભા)એ જણાવ્‍યું હતું કે વોર્ડ નં.૧માં સી.સી.રોડ સહીતના વિકાસના કામો હોય તે કામો કરવા માટે વર્ષ દરમ્‍યાન રૂા.૫૦ લાખથી ૧ કરોડની ગ્રાન્‍ટ ફાળવું છું અને આ ગ્રાન્‍ટમાંથી થયેલા કામોનો હિસાબ દર વર્ષે સ્‍નેહમિલનના કાર્યક્રમમાં આપતો રહ્યો છું.

કાગળની બેગનું પ્‍લાસ્‍ટીકની બેગનો ઉપયોગ ન કરવા અનુરોધ કર્યો હતો. તેઓએ વધુમાં આજના લોકસંવાદમાં વોર્ડ નં.૧ના રહેવાસીઓ સાથે વોર્ડ નં.૧ની નાની-મોટી સમસ્‍યાઓ અંગે ચર્ચા વિચારણા કરી હતી અને જે સમસ્‍યાઓ લોકો તરફથી મળેલ તેનો ઝડપભેર નિરાકરણ આવે તેવા પ્રયાસો કરશે જ તેમ જણાવ્‍યું હતું. તેઓ દર સોમવારે જામનગરની પોતાની ઓફીસ ખાતે હાજર રહી લોકોના પ્રશ્નો સાંભળે છે અને કાર્યાલય ઉપર લોકો પોતાની સમસ્‍યા વિકાસના કામો અંગે રજુ કરી શકે છે.

આ લોકસંવાદ, સ્‍નેહ મિલન તથા કાગળની બેગોના વિતરણ કાર્યક્રમમાં આ વિસ્‍તારના સ્‍થાનિક આગેવાનો અનવરભાઇ સંઘાર, રાજભા જાડેજા, સંજયભાઇ રાજાણી, અકરબાઇ સંઘી, મુકેશભાઇ ડાભી, હેનિકભાઇ પટેલ, અભિષેકભાઇ ભરખડા, સાલેમામદ શેખ, રણજીતસિંહ જાડેજા, ઇબ્રાહીમભાઇ બાદશાહ, હનીફભાઇ ખફી, સિદિકભાઇ ગંઢાર, હુશેનભાઇ ચમડીયા, સલેમાનભાઇ હાજી, ગીતાબા ઝાલા, પાર્વતિબેન, સલીમભાઇ બ્‍લોચ, ઇબ્રાહીમભાઇ નોતીયાર, હનીફભાઇ સુમરા ઉપસ્‍થિત રહ્યાં હતો આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન મંત્રીશ્રીના પી.એ.પ્રવિણસિંહ કે.જાડેજાએ કરેલ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુનિલભાઇ આશર, પધુમનસિંહ જાડેજા (પિન્‍ટુભાઇ), અક્ષય દવે, વિનય જાની, દિનેશ રાઠોડએ જહેમત ઉઠાવી હતી.

(1:56 pm IST)