Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

જુનાગઢના દોલતપરામાં જાહેરમાં જુગાર રમતા ૪ શખ્‍સો પકડાયા

જુનાગઢ : રેન્‍જના પોલીસ મહાનિરીક્ષક મનીદર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક સૌરભસિંઘ તથા નાયબ પોલીસ અધિક્ષક પી.જી.જાડેજા તથા એ ડીવી પો. સ્‍ટે.ના પો. ઇન્‍સ. કે.કે. ઝાલા સા.ના. માર્ગદર્શન હેઠળ પ્રોહી જુગારની ડ્રાઇવ સબબ દારૂ તથા  જુગારના બુટલેગરો ઉપર ખાસ વોચ રાખી કડક હાથે કામ લેવા સુચના મળતા એ ડીવી પો. સ્‍ટે.ના પો. સબ. ઇન્‍સ. જે.પી. ગોસાઇ સા. તથા પો. સબ ઇન્‍સ. પી.જે. રામાણી સાહેબ તથા પો.હેઙકોન્‍સ વિક્રમસિંહ અમરાભાઇ તથા પો.કોન્‍સ. ભરતભાઇ આણંદભાઇ તથા સુભાષભાઇ ધીરૂભાઇ તથા અનકભાઇ ભીખુભાઇ તથા પ્રવિણભાઇ રાણીંગભાઇ તથા વનાિજસિંહ બનેસિંહ વગેરે માણસો પેટ્રોલીંગમાં હતા. દરમિયાન ફરતા ફરતા જુનાગઢ દોલતપરા ચોકમાં આવતા સાથેના પો. કોન્‍સ. ભરતભાઇ આણંદભા તથા સુભાષભાઇ ધીરૂભાઇ નાઓને બાતમીરાહે હકિકત મળેલ કે હાલ જુનાગઢ દોલતથપરા ઇંદ્રેશ્વર રોડ વણકરવાસ વડલી પાસે ગલીમાં જાહેરમાં અમુક શખ્‍સો જુગાર રમે છે જે હકિકત મળતા એ જગ્‍યાએ રેઇડ કરતા (૧) મહમદ જુમ્‍માભાઇ પીપરવાડીયા, જાતે - પીંજારા (ઉ.વ.રપ) રહે. જુનાગઢ દોલતપરા રામમંદિર ચોરા પાસે નં.(ર) અમીન હારૂનભાઇ ચોપડા જાતે પીંજારા (ઉ.વ.ર૯) રહે. જુનાગઢ  દોલતપરા ગેુબનશાહપીરની દરગાહ પાસે (૩) પારશ માધાભાઇ સાગઠીયા જાતે અનુ. જાતી (ઉ.વ.૩૧) રહે. જુનાગઢ દોલતપરા ઇંદ્રેશ્વર રોડ વણકરવાસ (૪) વિનોદ ગોવિંદભાઇ સાગઠીયા જાતે અનુ. જાતી (ઉ.વ.૩૪) રહે. જુનાગઢ દોલતપરા ઇંદ્રેશ્વર રોડ  વણકરવાસ વાળાઓ કુલ રોકડા રૂા.૧૧,૬૪૦ તથા મો.ફોન નંગ કિ. રૂા.૧પ૦૦ મળી કુલ રૂા.૧૩,૧૪૦નો મુદામાલ સાથે જાહેરમાં જુગાર રમતા મળી આવી પકડાઇ ગયેલ હોય જેઓ વિરૂધ્‍ધ એ ડીવી પો. સ્‍ટે.માં ગુનો રજી કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.

(1:44 pm IST)