Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

જેતપુરમાં ગોૈવંશના માંસનું વેચાણ કરના સલીમને ‘‘પાસા''માં ધકેલાયો

જેતપુર તા ૯  :  જેતપુરમાં ગોૈવંશાા માંસનું વેચાણ કરવાના ગુન્‍હામાં પકડાયેલ શખ્‍સને પાસા તળે સુરત જેલમાં ધકેલી દેવાયો હતો.

પોલિસ અધિક્ષક બલરામ મીણપાએ જેતપુર સીટીમાં ગોૈ-વંશાા માંસ-મટનનું વેચાણ કરતાં પકડાયેલાઓને જેતપુર બોખલા દરવાજા પાસે રહેતા સલીમ ઉર્ફે સોડાવાળો જીકરભાઇ તેરવાડીયા ,ઉ.વ.૩૮ વાળા વિરૂધ્‍ધ મુકેલ પાસા પ્રપોઝલ જીલ્લા મેજી. રાજકોટએ મંજુર કરી પાસા વોરંટ ઇસ્‍યુ કરતા શ્રી એચ.જી. પલ્લાચાર્ય ઇન્‍ચા. એલ.સી.બી.ના ઓની સુચના મુજબ મજકુર ઇસમને અટકાયત કરી લાજપોર (સુરત) જેલ ખાતે મોકલી આપ્‍યો હતો.આ કાર્યવાહી વી.કે. પટેલ, પો.ઇન્‍સ. જેતપુર સીટી, મહેશભાઇ જાની હેડ કોન્‍સ. એલ.સી.બી., અનીલભાઇ બડકોદીયા હે.કો. જેતપુર સીટી, શકિતસિંહ જાડેજા હે.કો. એલ.સી.બી., નારણભાઇ પંપણીયા પો.કો. એલ.સી.બી., દિવ્‍યેશભાઇ સુવા, પો.કો. એલ.સી.બી. તથા કોૈશીકભાઇ જોષી, પો.કો. એલ.સી.બી. જોડાયા હતા.

(1:44 pm IST)