Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

જુનાગઢ શહેરમાં બાઇક ચોરને પોલીસે બાઇક સાથે તેના ઘરેથી ઝડપી લીધો

જુનાગઢ, તા. ૯ :  જુનાગઢ રેન્‍જના પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક સૌરભ સિંઘની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક પી.જી.જાડેજા તથા એ-ડીવી. પો.સ્‍ટે.ના પો.ઇન્‍સ. કે. કે. ઝાલા ના માર્ગદર્શન હેઠળ મોટરસાયકલ ચોરીનું પ્રમાણ ખુબ વધારે હોય અને એમ.સી. આર કાર્ડ વાળા ઇસમો એક કરી ચોરો ઉપર ખાસ નજર રાખી પકડી પાડવા સુચના મળેલ હોય અને એ-ડીવી. પો. સ્‍ટે. ગુ.ર. નં. ફસ્‍ટ. ર૭પ/ર૦૧૯ આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબનો ગુન્‍હો તા. ૩૦ નવેમ્‍બરના રોજ દાખલ થયેલ જેમાં ફરીયદી વનરાજભાઇ હમીરભાઇ સોલંકી રે. દાત્રાણા તા. મેંદરડા જી. જુનાગઢ વાળાની બાઇકની જુનાગઢ સરકારના બાવલા પાસેથી તા. ર૮ નવેમ્‍બર સાંજના પ થી ૭ કલાક દરમ્‍યાન કોઇ અજાણ્‍યો શખ્‍સ ચોરી કરી લઇ ગયેલ હોય જે ચોરી બાબતે એ-ડીવી. પો.સ્‍ટે.ના પો. સબ. ઇન્‍સ. જે.એચ. કછોટ નાખોને મળેલ બાતમી હકીકત આધારે નરેશભાઇ ગોવિંદભાઇ સોંદરવા જાતે અનુ. જાતી (ઉ.વ.ર૭) રહે. જુનાગઢ વીર મેઘમાંથી નગર બોડીંગવાસ વાળાને તેના ઘરેથી ચોરીમાં ગયેલ બાળક સાથે પકડી પાડી આરોપી પાસેથી ચોરીમાં ગયેલ હો. સા. કિ. રૂા. રપ,૦૦૦/-ની કબ્‍જે કરી રીમાન્‍ડ મેળવવા કાયદેસર તજવીજ હાથ ધરેલ છે.

(1:43 pm IST)