Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

પોરબંદરમાં ભરણપોષણ કેસમાં સજા ભોગવતો આરોપી સિવિલ હોસ્‍પિટલમાંથી ફરાર

પોરબંદર, તા. ૯:  ભરણપોષણ કેસમાં જેલમાં સજા ભોગવતો અને સિવિલ હોસ્‍પિટલમાં સારવાર લઇ રહેલ આરોપી નીલેશ ઉર્ફે કારો નાનજી વાઘેલા બાથરૂમ જવાનું બહાનું કાઢીને નાસી ગયો હતો. ભરણપોષણ કેસમાં સાત માસથી જેલની સજા ભોગવતો નીલેશ ઉર્ફે કારાએ થોડા દિવસ પહેલા ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કરેલ અને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ.  હોસ્‍પિટલમાં બાથરૂમ જવાનું કહીને બાથરૂમનો દરવાજો અંદરથી બંધ કરીને બારીના કાચ તોડીને નાસી ગયો હતો. આરોપી મુળ વંથલીનો છે અને  જેલનાં કેટલાંક કર્મચારીઓ સામે પણ આક્ષેપો કર્યા હતાં.

(1:41 pm IST)