Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

જુનાગઢમાં આરોગ્‍ય કર્મચારીઓની મહારેલી

જુનાગઢ : ગુજરાત રાજય આરોગ્‍ય કર્મચારી મહાસંઘ ગાંધીનગરના આદેશ મુજબ આજે જુનાગઢ જીલ્લા આરોગ્‍ય કર્મચારી મંડળ દ્વારા મહારેલીનું ઝાંસીની રાણીની પ્રતિમાથી હાજીયાણી બાગ સુધી યોજાઇ હતી. જેમાં આરોગ્‍ય કર્મચારીઓની પડતર માંગણીઓ અંગે યોગ્‍ય કરવા માંગ કરી હતી અને આ મહારેલીમાં આરોગ્‍ય વિભાગ કર્મચારી ભાઇઓ-બહેનો જોડાય માંગણી બુલંદ બનાવી હતી. ઉપરોકત તસ્‍વીરમાં રેલીમાં જોડાયેલ કર્મચારીઓ નજરે પડે છે. (અહેવાલ - વિનુ જોશી - તસ્‍વીર - મુકેશ વાઘેલા - જુનાગઢ)

(1:41 pm IST)